મહેસાણા જીલ્લાના વિસનગરમાં એક યુવતી રીક્ષામાં બેસી તેની બહેનપણીની સગાઈમાં જઈ રહી હતી ત્યારે તેની સાથે બેસેલ એક નરાધમે તેની સાથે બળજબરી કરી બળાત્કાર કરવાનો પ્રયાસ કરેલો. પરંતુ યુવતીએ ચાલુ રીક્ષામાં કુદકો મારી બહાર આવી જતા તે નરાધમ ત્યાંથી ભાગી ગયો હતો.
આ પણ વાંચો – #રેપ_અટેમ્પ્ટ_વડનગર : વાડામાં મહિલાને એકલી જોઈ બળાત્કારનો પ્રયાસ કરનાર વિરૂધ્ધ ફરિયાદ
પ્રાપ્ત માહિતી મુજબ વિસનગર તાલુુકાના પામોલ ગામની એક 26 વર્ષીય યુવતી તેની બહેનપણીની સગાઈમાંં રામપુરા(કાંસા) ખાતે જઈ રહી હતી, ત્યારે તેને વિસનગર ડેપોમાં ઉતરી તેની અન્ય એક બહેનપણીને ફોન કરી કહેલ કે મે એનુ ઘર જોયુ નથી જેથી તુ મને લેવા આવ. યુવતી ડેપોની બહાર નીકળી એમ.એન.કોલેજ વાળા રસ્તે જઈ રહી હતી ત્યારે એક રીક્ષા તેની પાસે આવી ઉભી રહેલ જેમાં પાછળ બેઠેલા એક વ્યક્તિએ તેને રીક્ષામાં બેસવાનુ કહેલ. રીક્ષામાં બેસવાનો આગ્રહ કરનારો વ્યક્તિ યુવતીના ગામમાં લગ્ન કરી આવેલ એક મહિલાનો ભાઈ હોવાથી યુવતી તેને જાણતી હોવાથી રીક્ષામાં બેસી ગયેલ. બાદમાં રીક્ષા થોડી આગળ જતા પેલા વ્યક્તિએ યુવતીને ફોન નંબર એક્ષચેન્જ કરવાનુ કહેલ પરંતુ યુવતીએ એમ કરાની મનાઈ કરી હતી. બાદમાં પેલા નરાધમે યુવતીને ગાલના ભાગે સ્પર્ષી તેની સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કરતા યુવતીને અસલામતી જેવુ લાગતા તે ચાલુ રીક્ષામાં નીચે કુદી પડી હતી. રીક્ષામાંથી બહાર આવી જતા યુવક રીક્ષા લઈ ફરાર થઈ ગયેલ. યુવતીને પગના ભાગે ઈજા થતા તેને વિસનગરની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો – હિમ્મતનગર ના વિરાવાડા ગામમાં છરીની અણીએ બળાત્કાર, જાનથી મારી નાખવાની ધમકી
આમ ચાલુ રીક્ષામાં યુવતી સાથે બળાત્કારનો પ્રયાસ કરનારા ટુંડાવ ગામના દશરથજી ઠાકોર વિરૂધ્ધ વિસનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર કરવાની કોશીસ બદલ 354એ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.