ગુજરાતમાં ચોથા લોકકડાઉનના નિયમો પૂર્ણ થઇ ગયા છે ત્યારે આજથી લોકકડાઉનના બદલે સરકારના વિવિધ બંધ બજારોને તબક્કાવાર ખોલવાના નિર્ણયોને લઈ અનલોક ૧ની શરૂઆત થવા જઈ રહી છે. જેમાં કેટલાક નિયમો સાથે ૮ જૂન થી મંદિરો ખોલવાનો પણ નિર્ણય કરાયો છે જેને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વેપારીઓનો મહત્તમ વેપાર યાત્રિકો ઉપર નિર્ભર કરે છે. ચોથા લોકકડાઉન સુધી સરકારના વિવિધ વેપારો ખોલવાના નિર્ણયને લઈ હાલ અંબાજીની બજારોમાં દુકાનો ખુલી જતા લોકોની ચહલપહલ જોવા મળી રહી છે . આઠ જુનથી અંબાજી મંદિરને ખોલવાને લઈ તૈયારીઓ શરુ કરી દેવાઈ છે એટલુંજ નહીં અંબાજી માં પ્રસાદ પૂજાપાની એકલ દોકલ દુકાનો ખુલેલી જોવા મળી રહી છે. આ પ્રસાદ પૂજાપાના વેપારી અરવિંદ અગ્રવાલનું કહેવુ છે કે અમારો વેપાર ખાસ કરીને યાત્રિકોના આધીન છે જો અંબાજીમાં યાત્રીકોજ ન આવે તો પ્રસાદ પૂજાપાની દુકાન ખોલવાનો કોઈજ મતલબ રહેતો નથી પણ અનલોક ૧માં અંબાજી મંદિર કેટલાક નીતિ નિયમો સાથે ૮ જૂન થી ખોલવાના સરકારના નિર્ણયને લઈ વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે સતત અઢી માસથી બંધ રહેલા વેપાર ધંધા ફરી થી ધબકતા થશે તેવો આશાવાદ સેવી રહ્યા છે.
જોકે અંબાજીમાં બસોથી અઢીસો જેટલી હોટલ ગેસ્ટ હાઉસો આવેલી છે પણ યાત્રિકો ન આવવાથી બંધ હોટલ ગેસ્ટહાઉસોના મેન્ટેનેન્સને લઈ હોટલ સંચાલકો પરેશાન છે જયારે અનલોક ૧ માં સરકારે હોટલ રેસ્ટોરેન્ટ પણ ખોલવાની વાત કરી છે ને સાથે ૮ મી જૂનથી અંબાજી મંદિર ખુલવાની વાતને લઈ હોટલ સંચાલકોમાં ખુશી ની લહેર છવાઈ છે. જેને લઈ હોટલ માલીક મહેશ સોનીનુ કહેવુ છે કે આઠ જુનથી મંદિર ખુલી રહ્યુ છે તેને લઈ અમો ઉત્સાહમાં છીએ કારણ કે અઢીમાસથી અમે ધંધી વગર બેઠા છીએ ને નિયમોને આધીન હોટલની રુમો આપીશુ.

Contribute Your Support by Sharing this News: