— જીગ્નેશ મેવાણી ઉપસ્થિત અને ગીત-સંગીત ની રમઝટે વાતાવરણને રંગીન બનાવ્યું :
ગરવી તાકાત સરસ્વતી પાટણ : હાલ માં લગ્નન ની સિઝન પુરબહાર ચાલી રહી છે. ત્યારે જુદી જુદી સમાજો દ્વારા સમૂહ લગ્નોત્સવ નું મોટાપાયે આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમા વિવિધ સંસ્થાઓ સંગઠનો તેમજ સેવાભાવી લોકો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે.અને આ આયોજના નો લાભ સામાન્ય લોકોને મળી રહ્યો છે.ત્યારે રોહિત વંશી યુવા
સંગઠન દ્વારા સરસ્વતી તાલુકાના સુજનીપુર ખાતે પ્રથમ સમુહ લગ્નનોત્સવ નું આયોજન કરાયું હતું. આ લગ્નનોત્સવ શિહોરી રોડ પર સુજનીપુર પાટીયા પાસે આવેલ જીનિંગ પ્રેસિંગ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે કરવામાં આવ્યું હતું.

આ લગ્નોત્સવ માં પાટણ અને બનાસકાંઠા ના 28 નવ યુગલોએ પ્રભૂતામાં પગલા માંડ્યા હતા.લગ્નનોત્સવ મા વડગામ ના ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી ઉપસ્થિત રહી નવદંપતીઓ ને આશિર્વચન પાઠવ્યા હતા.તેમને જણાવ્યુ હતું.કે સમાજ સંગઠીત બને શિક્ષિત બને અને આગળ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ.

સાથે હસુભાઈ સાંપ્રા.પુનમભાઇ પરમાર નેંદ્રા.મુકેશભાઈ ગોલીવાડા કીર્તિ સંખારી ગોવિંદભાઈ કાંસા અજય પાટણ રાજુભાઈ બાદીપુર વિશાલભાઈ ડોડીયા સવિતાબેન મકવાણા જીતેન્દ્રભાઈ સોલંકી મંજુલાબેન રાઠોડે આ પ્રસંગ માં દાન આપ્યું હતું.આ પ્રસંગે દાતાશ્રી સિદ્ધપુર ના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ભૂમિ દાન કર્યું હતું.સાથે સમાજના નામી અનામી લોકોએ ઉદાર હાથે દાન આપી આ ઉત્સવને સફળ બનાવ્યો હતો.
તસવિર અને અહેવાલ : પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ