photo credit - facebook

રાજ્યમાં 8 વિધાનસભા સીટો ઉપર પેટાચુંટણી યોજાઈ રહી છે. એમાં કોન્ગ્રેસ અને ભાજપ બન્ને એકબીજા ઉપર આરોપ પ્રતીઆરોપ કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતના સી.એમ. વિજય રૂપાણીએ ડાંગ વિધાનસભાની બેઠક ઉપર વિજયભાઈ પટેલના પ્રચારઅર્થે કાર્યક્રમ યોજેલ હતો. અહી તેમને કોન્ગ્રેસ ઉપર અનેક આરોપો લગાવતા ભાજપના ઉમેદવારને જીતાડવાનો સંકલ્પની વાત કરી હતી. તેમને ભાજપના સમયમાં થયેલા ડેવલોપમેન્ટની ચર્ચા કરી હતી. તથા આદિવાસી વિસ્તારનો પેસા એક્ટ હેઠળ ડેપલોપમેન્ટન અંગે સંબોધન કર્યુ હતુ.

ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત બોરખેત ખાતે આયોજિત જાહેરસભા ને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ડાંગના આર્થીક અને સામાજીક વિકાસને લગતા કરેલા કામ અને ભવિષ્યમાં થનારા કામ અંગે સંબોધન કર્યુ હતુ. જેમાં તેમને ડાંગ જીલ્લામાં રહેતા આદિવાસી સમુદાય ઉપર બોલતા કહ્યુ હતુ કે અહી વનબંધુ કલ્ણાય યોજના અંતર્ગત અમારી સરકાર દ્વારા 90 હજાર કરોડનુ બજેટ ફાળવવામાં આવ્યુ હતુ. જેથી કરી આદિવાસી વિસ્તારોનો વિકાસ થઈ શકે. અમારી સરકારે માત્ર નારા અને વાયદો નહી પરંતુ નક્કર કામગીરી કરી પેસા એક્ટ(THE PROVISIONS OF THE PANCHAYATS (EXTENSION TO THE SCHEDULED AREAS) હેઠળ અમે આદિવાસી વિસ્તારની પંચાયતોને વધુ તાકતવર બનાવવાનુ કામ કર્યુ છે. જેમાં અહિ રહેલા પ્રાકૃુતીક સંસાધનો ઉપર માત્ર અહિના આદીવાસીઓનો જ પહેલો હક્ક છે એ વાતને સુનીચ્છીત કરવાનુ કામ કર્યુ છે. ડાંગમાં વિજય રૂપાણીએ સંબોધન કરતા જણાવ્યુ હતુ કે તમારા વિસ્તારના વન્ય પેદાષો ઉપર તમારો અધિકાર અને અહિની કુદરતી સંસાધનોમાંથી જે પૈસા ઉભા થાય એ પૈસા માત્ર તમારા કલ્યાણ માટે ઉપયોગમાં લેવાય એને અમારી સરકારે સુનીચ્છીત કર્યુ છે. તથા વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે જે લોકો વર્ષોથી જંગલમાં ખેતી કરે છે એવા ખેડુતોને સનદ આપવાનુ કામ અમારી સરકારે કર્યુ છે.

કોન્ગ્રેસ ઉપર પ્રહાર

વધુમાં રૂપાણીએ રસ્તાઓ,પાણી,વિજળી જેવા મુદ્દાઓ ઉપર થયેલા કામની ચર્ચા કરતા કોન્ગ્રેસ ઉપર હુમલો કરતા કહ્યુ હતુ. કે કોન્ગ્રેસના સમયમાં વિજળીના ઠેકાણા જ નહતા. કોન્ગ્રેસના સમયમાં વિજળી અમાસમાં જાય તો છેક પુનમે આવતી હતી. હવે એવુ નથી રહ્યુ. પહેલા તો વાંરવાર વિજળી જતી રહેતી. અત્યારે અમે સમગ્ર રાજ્યમાં જ્યોતીગ્રામ યોજના અંતર્ગત 24 કલાક વિજળી  આપી રહ્યા છે. 

જણાવી દઈકે ગુજરાતમાં રાજ્યસભાના ઈલેક્શન પહેલા કોન્ગ્રેસના ડાંગથી ધારાસભ્ય મંગળ ગાવીતે રાજીનામુ આપી દેતા આ સીટ ખાલી પડી હતી. જેથી અહિ યોજનાર પેટાચુંટણીમાં ભાજપ તરફથી વિજય પટેલ અને કોન્ગ્રેસ તરફથી સુર્યકાંત ગાવીત સામસામે લડી રહ્યા છે.

Contribute Your Support by Sharing this News: