આ તાલીમ દરમિયાન યુનિવર્સિટી ની વિવિધ વિદ્યાશાખા માંથી 24 થી વધુ અધ્યાપકોએ સંપૂર્ણ તાલીમનો લાભ લીધો
એક્ટિવિટી બેઝ લર્નિંગ માં ટેન્ટ મેનેજમેન્ટ ફ્લેગ મેનેજમેન્ટ, ફ્લેગ હોસ્ટિંગ માર્ચ પાસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા અન્ય વિષયો પર બૃહદ જ્ઞાન અને તાલીમ મેળવી
ગરવી તાકાત, મહેસાણા તા. 29 – સમગ્ર ઉત્તર ગુજરાત મા સુપ્રસિદ્ધ વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે એક અઠવાડિયાની નિવાસી રાષ્ટ્રીય સ્કાઉટ એન્ડ ગાઈડ દ્વારા કોલેજ કક્ષાના રેંજર અને રોવરની રાષ્ટ્રીય તાલીમ શિબિર નું આયોજન થયું. આ તાલીમમાં નિષ્ણાંત તરીકે મધ્યપ્રદેશથી અશોક શર્મા તથા જ્યોતિ યાદવ આવ્યા હતા. આ તાલીમ દરમિયાન યુનિવર્સિટી ની વિવિધ વિદ્યાશાખા માંથી 24 થી વધુ અધ્યાપકોએ સંપૂર્ણ તાલીમનો લાભ લીધો હતો. આ તાલીમ દરમિયાન એ લોકોએ એક્ટિવિટી બેઝ લર્નિંગ માં ટેન્ટ મેનેજમેન્ટ ફ્લેગ મેનેજમેન્ટ , ફ્લેગ હોસ્ટિંગ માર્ચ પાસ , ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા અન્ય વિષયો પર બૃહદ જ્ઞાન અને તાલીમ મેળવી હતી.
આ તાલીમનો પદવીદાન સમારોહ ડેન્ટલ ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવ્યો હતો. આ પદવીદાન પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ , યુનિવર્સિટિ ના VC ડો. પ્રફુલકુમાર ઉદાણી , શ્રી મિલનભાઈ ચૌધરી ચીફ કમિશનર મહેસાણા જિલ્લા ભારતીય સ્કાઉટ ગાઈડ સંઘ , હરેશભાઈ ચૌધરી વાઇસ ચેરમેન APMC વિસનગર તથા જેઠાભાઈ પટેલ જિલ્લા કમિશનર સ્કાઉટ એડલ્ટ રેસોર્સ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગિક પ્રવચનમાં સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે આવી સેવાકીય પ્રવૃત્તિ અને રાષ્ટ્રનિર્માણની પ્રવૃત્તિ માટે હંમેશા સહયોગ આપવાની તૈયારી બતાવી હતી અને દરેક તાલીમાર્થીઓને સ્કાઉટ ને સ્કાફ પહેરાવી અને દીક્ષા અર્પણ કરવામાં આવી હતી.
મિલનભાઈ ચૌધરી દ્વારા સ્કાઉટની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અને સમગ્ર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં સ્કાઉટની પ્રવૃત્તિ અને પ્રગતિ બાબતે વાત કરી હતી. ડોક્ટર માનસિંગભાઈ ચૌધરી જે ટ્રેનિંગ કમિશનર તથા વર્લ્ડ ટ્રેનિંગ ટીમ ના સંભ્ય છે એમના દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે સમગ્ર ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય પ્રકારની આ પ્રથમ તાલીમ , વિસનગર ખાતે યોજવામાં આવી હતી જેનું અભિવાદન તાળીઓના ગડગડાટ સાથે સહુ કોઈએ વધાવી લીધું હતું.
આ તાલીમને સફળ બનાવવા માટે યુનિવર્સિટી તરફથી સ્ટુડન્ટ્સ ડીન અફેર્સ ડો. અભિજીતસિંહ જાડેજા અને સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડો. રાકેશ પટેલનો સહયોગ પ્રાપ્ત થયો હતો અને આ તાલીમ ખૂબ જ સારી રીતે સંપન્ન કરવા બદલ યુનિવર્સિટિ ના રજિસ્ટ્રાર ડો. પરિમલ ત્રિવેદી અને ડાઇરેક્ટર ઓફ ટેક્નિકલ , પેરા મેડિકલ એન્ડ આયુર્વેદા ના ડો. એચ ન શાહ સાહેબે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.