રાજ્યમાં આંજણા યુવક મંડળની પ્રથમ બેઠક ચડોતર ખાતે મળી

શેર કરવા અહીં ક્લિક કરો.
આંજણા યુવક મંડળ ગુજરાત રાજ્યની પ્રથમ કારોબારી તારીખ 20-11-2020 ને શુક્રવારે બનાસકાંઠાના ચડોતર ખાતે મળી હતી.

આ પણ વાંચો – દિવ્યા : આંજણા ચૌધરી સમાજની ગાયીકાએ રાજ્યમાં જ નહી પંરતુ આખા દેશમાં નામના મેળવી

આ બેઠકમાં પુર્વ પ્રમુખઓ તથા વર્તમાન હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ બેઠકમાં કારોબારીના પ્રમુખ રાજુભાઈ ચૌધરી જણાવ્યુ હતુ કે, યુવક મંડળ દ્વારા આગામી સમયમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં રમતોઉત્સવ, રક્તદાન કેમ્પ ,યુવા સંમેલન જેવા કાર્યક્રમો આપણા સંગઠન દ્વારા આપવામાં આવશે. આ સિવાય પણ તાલુકા અને જિલ્લા લેવલે સંગઠનની રચના બાબતે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સર્વાનુમતે કાર્યક્રમો કરવાની સહમતી સધાઈ હતી. સમ્મેલનમાં જણાવાયુ હતુ કે આંજણા યુવક મંડળની આગામી બેઠક તારીખ 27/12/2020 ના રોજ ગઢા ગામે અર્બુદા ધામ ખાતે મળશે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.