અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

મહેસાણા જિલ્લામાં ક્લસ્ટર કક્ષાએથી હોમ લર્નિગ અંતર્ગત રાજ્યમાં સૌ પ્રથમ નવતર પ્રયોગ

December 9, 2020

કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ધોરણ ૨થી૧૨ ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિકકાર્ય બગડે નહી તે માટે રાજ્ય સરકારેહોમ લર્નિંગ થી શૈક્ષણિક કાર્યની શરૂઆત કરી છે ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ સી.આર.સી.ની ૧૦ પ્રાથમિક શાળાનાકુલ ૭૪ શિક્ષકો દ્વારા ધોરણ ૨થી૮ના ૧૭૪૬ વિદ્યાર્થીઓની પણ ૧૫ જૂનથી જ વૉટ્‌સએપઅને ટી.વી.ના માધ્યમથી તેમજ વિદ્યાર્થીઓના ઘરે રૂબરૂ મુલાકાત દ્વારા હોમ લર્નિગની કામગીરી કરવામાં આવી રહી છે.

 ધોરણ ૩થી ૮ના ૧૫૧૫ વિદ્યાર્થીઓને પ્રથમસત્રનો અભ્યાસક્રમ ધ્યાને રાખી પ્રત્યેક એકમ અને તેની અધ્યયન નિષ્પત્તિઓ આધારિત જરૂરી વીડિયો,પ્રવૃત્તિઓ અને સંદર્ભ સાહિત્ય રોજે રોજ ૫૪ શિક્ષકો દ્વારા ૫૮ જેટલા વૉટ્‌સએપ ગ્રુપના માધ્યમથી કલસ્ટર લેવલેથી અને શાળા કક્ષાએથી  આપવામાં આવી રહ્યા છે. જે વિદ્યાર્થીના ઘરે ટી.વી. નથી તેમના માટે પણ દૂરદર્શન ડીડી ગિરનાર દ્વારા પ્રસારિત થતાં શૈક્ષણિક કાર્યક્રમ જોવા માટે મિત્ર, સંબંધી કે પડોશીના ઘરે ટી.વી. જોવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

હોમ લર્નિંગ અંતર્ગત વિદ્યાર્થીઓએ શીખેલી બાબતોનું પ્રત્યેક એકમના અંતે અસરકારક મૂલ્યાંકન કરવા માટે અને સાથે સાથે તેમને માર્ગદર્શન આપવા તથાજરૂરિયાત મુજબ ઉપચારાત્મક શૈક્ષણિક કાર્ય પણ વધુ અસરકારક બનાવવાના હેતુસર મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.વાય દક્ષિણી સાહેબની પ્રેરણા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડૉ. ગૌરાંગ વ્યાસ તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પુલકિત જોશીના સઘન માર્ગદર્શન હેઠળ લાડોલ સી.આર.સી.ક્ક્ષાએથી જ ધોરણ ૩થી૮ ના ૧૫૧૫ જેટલા વિદ્યાર્થીઓનું ઓનલાઇન ડિજિટલ કસોટીઓ દ્વારાસતત મૂલ્યાંકન કરવાનો સૌ પ્રથમ નવતર પ્રયોગ અમલમાં મૂકવામાં આવ્યો છે.

જે અંતર્ગત વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા માટે ધોરણ 3 થી ૫ માં ગણિત અને પર્યાવરણ તેમજ ધોરણ ૬ થી ૮ માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં દરેક એકમની ક્લસ્ટર લેવલેથી ઓનલાઈન ડિજિટલ મૂલ્યાંકન કસોટીઓ તૈયાર કરવામાં આવી રહી છે.સી.આર.સી.કો..ઑર્ડિનેટર સંજયભાઈ પટેલ તેમજ ૧૦ શાળાઓના આચાર્યો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને રોજે રોજ ફોન કરી તેમજ તેમની રૂબરૂ મુલાકાત લઇ હોમ લર્નિગ અને ઓનલાઇન ડિજિટલ મૂલ્યાંકન કસોટીઓ બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

૧૬૫  ડિજિટલ કસોટીઓ દ્વારા પ્રથમ સત્રમાં૨૪૭૯૦ વખત વિદ્યાર્થીઓનું ઓનલાઇન મૂલ્યાંકન થયું.લાડોલ સી.આર.સી.,કો.ઓર્ડિનેટર સંજયભાઈ પટેલ સહિત મહાદેવપુરા(મ)શાળાના સુભાષભાઈ અને હિતેન્દ્રભાઈ, કરશનપુરા શાળાનારાકેશભાઈ અને દીપકભાઈ, હાથીપુરા શાળાના આશિષભાઈ,અમરપુરા શાળાના હેતલબેન,ઇભરામપુરા શાળાના અતુલભાઈ,ગવાડા શાળાના મનહરભાઈ અને લાડોલ કુમારશાળાના સુરેશભાઈ મળી ૧૦ શિક્ષકોએ ખૂબ ભારે જહેમત ઉઠાવી જેતે ધોરણ અને વિષયની અધ્યન નિષ્પત્તિઓ ધ્યાનેલઇ પ્રથમ સત્રના ૧૬૫ એકમો માટે ઓનલાઈન ડિજિટલ મૂલ્યાંકન કસોટીઓનું નિર્માણ કરી વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે અસરકારક વ્યવસ્થા ઉભી કરી છે.

કોરોના મહામારી અંતર્ગત ‘શાળાઓ બંધ છે પણ શિક્ષણ કાર્ય ’શિક્ષણ વિભાગના આ સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે આ ડિજિટલ મૂલ્યાંકન કસોટીઓના નિર્માણ કાર્યની ઉમદા કામગીરીમાં જોડાયેલ લાડોલ ક્લસ્ટરના ૧૦ શિક્ષકોને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.વાય.દક્ષિણી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી છે.આ કસોટીઓ સી.આર.સી. કક્ષાએથીકો.ઓર્ડિનેટર સંજયભાઈ પટેલ અનેલાડોલ ક્લસ્ટરના ૫૪ શિક્ષકોના માધ્યમ દ્વારા ૫૮ વૉટ્‌સએપ ગ્રુપ થકી ૯૦૦થી વધુ એન્ડ્રોઇડ મોબાઇલ ફોનની મદદથી ધોરણ ૩થી૮ ના કુલ ૧૫૧૫વિદ્યાર્થીઓ સુધી જેતે એકમના ઓનલાઈન શૈક્ષણિક કાર્ય પછી સમયાંતરે મોકલી આપવામાં આવે છે.જે વિદ્યાર્થીઓના ઘરે વૉટ્‌સએપ મોબાઇલ ફોન ઉપલબ્ધ નથી તેઓ અન્ય વિદ્યાર્થીનાવૉટ્‌સએપ ફોનનો ઉપયોગ કરી આ કસોટી આપે છે.

પ્રથમ સત્રમાં ધોરણ ૩થી૫ ના બે વિષયોમાં ૭૮૫૩ વખત અને ધોરણ ૬થી૮ માં પાંચ મુખ્ય વિષયમાં ૧૬૯૩૭ વખત મળી કુલ ૨૪૭૯૦ વખત વિદ્યાર્થીઓએ આ કસોટી ભરી પોતાની જેતે વિષયની શૈક્ષણિક સજ્જતા ચકાસી છે.વિદ્યાર્થીઓ પોતે મેળવેલ માર્ક્સ પોતાના ધોરણના વોટસએપ ગ્રુપમાં મૂકતાં હોય છે.આ માર્કસ તેમજ એકમ કસોટીના માર્કસના આધારે જેતે વિષય શિક્ષક દ્વારા વિદ્યાર્થીના ઘરે જઈ તેને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે તેમજ જરૂરી ઉપચારાત્મક કાર્ય હાથ ધરવામાં આવે છે.બીજા શૈક્ષણિક સત્રમાં ધોરણ ૩થી૮ના ૮ વિષયો માટે પણ ૨૦૮ ડિજિટલ કસોટીના નિર્માણની કામગીરી ચાલી રહી છે.સમગ્ર શૈક્ષણિક વર્ષના અંતે ૩૭૩ પ્રકરણોમાં ૩૭૩ ડિજિટલ કસોટીઓ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થશે. આમ હાલમાં હોમ લર્નિંગ અંતર્ગત ૧૦ શાળાઓના ધોરણ ૩થી૮ ના તમામ વિદ્યાર્થીઓનું ક્લસ્ટર કક્ષાએથી સીધુ ડિજિટલ કસોટીઓ દ્વારા સતત મૂલ્યાંકન થતું હોય તેવો આ રાજ્યમાં સૌ પ્રથમ નવતર પ્રયોગ છે.

આ નવતર પ્રયોગના પરિણામે

  • ક્લસ્ટર કક્ષાએથી વિદ્યાર્થીઓનું સતત શૈક્ષણિક મૂલ્યાંકન કરવાની એક ઉત્તમ વ્યવસ્થા ઊભી થઇ.
  • શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગઅંતર્ગત આવતા કાર્યક્રમોનું સઘન અમલીકરણ શક્ય બન્યું.
  • વૉટ્‌સએપ ગ્રુપના માધ્યમથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક બાબતોનુંઆદાન-પ્રદાન વધુ સરળ બન્યું.
  • સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહન મળવા લાગ્યું.ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને તેમની વિષયવસ્તુ બાબતેની કચાસનો ખ્યાલ આવવા લાગ્યો.જેથી તેમને કઈ રીતે આયોજન પૂર્વક અભ્યાસ કરવો તેનો ખ્યાલ આવ્યો.
  • રાજ્યની અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ પણ આ કસોટી આપી પોતાની શૈક્ષણિક સિદ્ધિ ચકાસતા થયા.                      
  • ડિજિટલ કસોટી આપવાનું આ કૌશલ્યવિદ્યાર્થીઓનેઅગામી સમયમાં પણખૂબ ઉપયોગી નીવડશે.
  • વાલી જાગૃતિને વેગ મળ્યો અને વાલીઓની પોતાના બાળકના શિક્ષણ પ્રત્યેની કાળજીમાં વધારો થયો.
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
9:48 am, Dec 5, 2024
temperature icon 24°C
scattered clouds
Humidity 30 %
Pressure 1016 mb
Wind 8 mph
Wind Gust Wind Gust: 11 mph
Clouds Clouds: 25%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:08 am
Sunset Sunset: 5:53 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0