ગરવીતાકાત અરવલ્લી: અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં ડી.વાય.એસ.પી ઈશ્વર પરમાર અને મોડાસા ટાઉન પોલીસે જીલ્લામાં સૌ પ્રથમ વાર તમાકુ નિયત્રંણ અધિનિયમ-૨૦૦૩ કલમ હેઠળ જાહેર સ્થળોએ ધ્રુમપાન કરનાર અને તમાકુ યુક્ત પાન-મસાલા ખાનાર લોકો સામે તવાઈ બોલાવી દંડાત્મક કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં ૬ લોકોને દંડ ફટકારી સ્થળ પર દંડની વસુલાત કરતા જાહેરમાં ધ્રુમપાન કરનાર અને મસાલા-ગુટકા ખાનાર શખ્શો જાહેર સ્થળો પરથી ગાયબ થઈ ગયા હતા.નિકોટનનું સેવન  માનવ આરોગ્ય ને ખુબજ નુકશાન કારક હોવાથી અને ભાવિ પેઢીના સ્વસ્થાને જાળવી રાખવા ડીવાયએસપી ઈશ્વર પરમારની રાહબળી હેઠળ મોડાસા ટાઉન પોલીસે મોડાસાના હાર્દસમા ચાર રસ્તા પર જાહેરમાં ધ્રુમપાન કરનાર અને પાન-મસાલા ગુટખા ખાનાર ૬ શખ્શો સામે તવાઈ બોલાવી હતી. આ તમામ સ્થળ પર દરેક શખ્શ પાસેથી ૧૦૦ રૂપિયા દંડ વસુલાત કરતા પાન-મસાલા, ગુટખા અને ધ્રુમપાન કરનાર યુવકો અને લોકો રફુચક્કર થઈ ગયા હતા. પોલીસતંત્રની કામગીરીની મોડાસાના શહેરીજનોએ આવકારી હતી.મોડાસા શહેરમાં લવરમૂછિયા યુવાનો અને સગીરો જાહેર સ્થળોએ બેખોફ બની વટ પાડવા સિગારેટના કશ ખેંચાતા ઠેર ઠેર નજરે જોવા મળી રહ્યા છે . નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે ત્યારે પોલીસતંત્રની કામગીરીથી જાહેરસ્થળોએ ધ્રુમપાન કરનાર યુવકો ગાયબ થઈ ગયા હતા.

Contribute Your Support by Sharing this News: