હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને અમુક દેશ ના રાજ્યો માં આગ ના બનાવો ખૂબ વધી રહ્યા છે જેને લઈને પરિયાવરણ ને ભારે નુકસાન થઈ રહ્યું છે.

ફેક્ટરિ અને જંગલ માં આગ ના કેસો માં વધારો થઈ રહ્યો છે અને તમને જણાવી દઈએ કે વિશ્વના સૌથી ઠંડા સ્થળ તરીકે જાણીતા સાઇબેરિયાનાં જંગલોની આગ ફેલાતી જ જઇ રહી છે. પૂર્વ રશિયાનો મોટો વિસ્તાર તેની ઝપટમાં છે. હવે યાકુત્સક, યુગોરસ્ક અને સોવેત્સકી જેવા નાના કસ્બા પણ ઝપટમાં આવી ગયા છે.

રશિયાની એરિયલ ફોરેસ્ટ પ્રોટેક્શન સર્વિસના જણાવ્યા મુજબ 99 હજાર એકરમાં 197 સ્થળે આગ ફેલાઇ છે, જેને 5 હજારથી વધુ લોકો બુઝાવી રહ્યા છે.

રશિયામાં ગ્રીનપીસના વાઇલ્ડફાયર યુનિટના વડા ગ્રેગરી કુક્સિનના કહેવા મુજબ સાઇબેરિયા વિશ્વમાં સૌથી ઝડપથી ગરમ થઇ રહ્યું છે. આ તત્કાળ રોકવું જરૂરી છે. એક વર્ષમાં અહીં ગ્રીસના ક્ષેત્રફળ જેટલું જંગલ ખાક થઇ ચૂક્યું છે.

Contribute Your Support by Sharing this News: