કડીમાં કોરોનાની ત્રીજી લહેરને મુદ્દે તાજીયાનુ ઝુલુસ બંધ રાખી સ્થળ ઉપર જ તહેવાર ઉજવાયો !

શેર કરવા અહીં ક્લિક કરો.

કડીમા મુસ્લીમ સમાજના હજરત પયગંબર સાહેબ ના દોહીત્ર એ ઈસ્લામ ધર્મ ના કાજે આપેલી કુરબાનીની યાદને તાજી રાખવા માટે  શહેર ના વિવિધ વિસ્તારમાંથી મોહરમના તહેવાર નિમિત્તે તાજીયા બનાવીને, તેનુ જુલુસ પરંપરા મુજબ નીકાળવામા આવે છે.  પરંતુ હાલમાં કોરોનાની ત્રીજી લહેરના કારણે તાજીયાનું બહાર ફેેેરવવા મોકુુફ રાખવામાં આવ્યુ હતું.  સ્થળ ઉપર રાખીને લોકોના દર્શન માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. તેમજ સવારે કડી મુસ્લિમ સમાજના લોકોએ યવમે આશુરાની નમાજ મસ્જીદોમા પઢાવવામા આવી હતી અને કોરોના મહામારીથી દરેક લોકોને નિજાત મળે તે માટે દુવાઓ કરવામાં આવી હતી.

આ પણ વાંચો – નારી એકતા ફાઉન્ડેશનની મહિલાઓ દ્ધારા કડી પોલીસ કર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

કડી કસ્બા વિસ્તાર તેમજ જુની કોર્ટ વિસ્તાર તેમજ સિધીવાડાના લોકોએ તાજીયા બનાવ્યા હતા.  જેના સ્થળ ઉપર કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે દર્શનાર્થી ને દર્શન કરવા ખુલ્લા તાજીયા મુકવામાં આવ્યા હતા તાજીયા સ્થળ ઉપર મુકીને ત્યાં ને ત્યાં ફેરવવામાં આવ્યા હતા જ્યારે કસ્બાના તાજીયા ફેરવવામાં આવ્યાનો હતા.  શુક્રવારે બપોરના સમયે પણ વિસ્તારના તાજીયાની વિધિ  સ્થળ ઉપર કરવામાં આવી હતી. કડીમા કસ્બાના લોકોએ પણ તાજીયા બનાવી પોતાનું યોગદાન રજૂ કર્યું હતું.  જેતે વિસ્તારની તાજીયા કમીટીએ પોતાના વિસ્તારના તાજીયા પાસે ઉભા રહીને સેવાઓ પુરી પાડી હતી. કડી કસ્બા વિસ્તારના  લોકોએ તહેવાર નિમિત્તે સ્વચ્છતા રાખવા લોકોને પણ અપીલ કરવામા આવી હતી

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.