ગરવી તાકાત સિદ્ધપુર : સિદ્ધપુર નગરપાલિકા હદમાં લગભગ દરેક વોર્ડ અને વિસ્તારમાં ઉભરાતી ગટરો જોવા મળે છે. એકબાજુ વર્ષે લાખો રૂપિયાનો કોન્ટ્રાકટ આપીને પણ શહેરના લોકોને ઉભરાતી ગટરોથી મુક્ત ન રાખી શકતાં હોય તો આવા કોન્ટ્રાકટરને છાવરતા હોવાના લીધે સોસીયલ મીડિયામાં નગરપાલિકા વિરુદ્ધ લોકો ભારે મજાક કરતા જોવા મળે છે.
સિદ્ધપુર નગરપાલિકા વોર્ડ નંબર 1 વિસ્તારમાં આવેલ ફુલપુરા, લક્ષ્મીપુરા જેવા વિસ્તારમાં પણ ગટરના લીધે લોકો ત્રાહિમામ છે. વોર્ડ નંબર 6 માં આવેલ ઋષિ તળાવ વિસ્તારમાં ભીસ્તીની ચાલીમાં છેલ્લાં કેટલાંય સમયથી ઉભરાતી ગટરના લીધે લોકો વારંવાર રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકા કે કોન્ટ્રાકટર આ બાબતે ધ્યાન આપતાં નથી.
સ્થાનિક લોકોમાં ગણગણાટ છે કે નગરપાલિકાના ચૂંટાયેલાં સદસ્ય કે જેમણે અગાઉ આ દારૂ,ગોટા,ભજીયા અને રોકડાં આપી ચૂંટણી જીત્યા હોવાની વાત લખી હતી એમના દ્વારા ભેદભાવ કરવામાં આવે છે આ વાતની સત્ય હકીકત જાણવા માટે અહીં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે એવી સિદ્ધપુરના લોકોની માંગણી છે.આ વિસ્તારમાં આવેલ ઋષિ તળાવની નિયમિત સફાઈ કરવામાં આવે એવી સમગ્ર સિદ્ધપુરના હિન્દુ ધર્મના લોકોની માંગણી છે.
તસવિર અને અહેવાલ : ધ્રુવભાઈ દવે – સિદ્ધપુર