મહેસાણાના લીંચ ગામની એક દંપતીને સમાજ દ્વારા બનાવાયેલ નીયમોની વિરૂધ્ધમાં જઈ લગ્ન કરવુ મોઘું પડ્યુ છે. પરિવાર તથા સમાજની સીમાઓને ઓળંગી લીંચના એક યુગલ પ્રેમ વિવાહ કરી ઘરેથી ભાગી ગયેલા. પરંતુ પરિવારના લોકોએ તેમને પકડી પાડી જબરદસ્તી છુટાછેડા લેવા ઉપર દબાણ કરતા યુવતીએ મનાઈ કરતા એના જ પીતાએ છરીના ઘા મારી જાનથી મારી નાખવાની કોશીસ કરી હતી. યુવતીને પેટમાં છરીના ઘા વાગવાથી ખુબ લોહી વહી જતા અમદાવાદ સીવીલમાં ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો – સુતેલી યુવતીનુ મોઢુ દબાવી બળાત્કારની કોસીશ કરનાર યુુવક સામે ફરિયાદ
લીંચ ગામની 22 વર્ષીય યુવતીએ તેના જ ગામમાં એક યુવક સાથે પ્રેમ વિવાહ કરી બન્ને જણ ઘરેથી પહેરેલા કપડે નાશી ગયા હતા. પરંતુ યુવતીના પરિવારજનોએ તેમની શોધખોળ કરતા દિન 3 માં જ તેમને પકડી પાડ્યા હતા. આ બન્ને જણાને ગામમાં લાવી યુવતીના પરિવારજનો તથા બીજા માણસોએ ભેગા મળી જબરદસ્તી છુટાછેડા લેવડાવાની કોશીશ કરી રહ્યા હતા. પરંતુ યુવક અને યુવતીએ તેમની મરજીથી લગ્ન કરેલા હોઈ, તથા બન્ને વયસ્ક હોઈ કોઈ ગેરકાનુની કામ ના કર્યુ હોવાથી છુટાછેડા આપવાની ના પાડી દીધી હતી. ગામના લોકો આગળ યુવતીએ આમ ધરાર ના પાડી દેતા યુવતીના પીતા તથા ભાઈઓ ઉસ્કેરાઈ જઈ તેની સાથે મારપીટ કરવાનુ શરૂ કરી દીધેલ. યુવતીના પીતા તથા ભાઈઓ તેને મારતા મારતા ઘસેડીને ઘરે લઈ જવાનો પ્રયત્ન કરેલો. પરંતુ યુવતીએ તેના પતીને પકડી રાખી જવાની ના કહેતા તેના પીતાએ વધુ ઉસ્કેરાઈ જઈ યુવતીને ત્રણ થી વધુ છરીના ઘા મારી જાનથી મારી નાખવાની કોશીષ કરેલ પરંતુ આસપાસના લોકો મથામણ કરી યુવતીને છોડાવેલ.
આ પણ વાંચો – ખેતરની સીમમાં સગીરાને એકલી જોઈ બળાત્કારની કોશીસ કરનાર વિરૂધ્ધ ફરીયાદ દાખલ
યુવતીને તેના જ પીતાએ મારવાના ઈરાદેથી છરીઓ મારતા ખુબ લોહી વહી જતા તેના પતી તુરંત પ્રાઈવેટ હોસ્પીટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાથી તેમને મહેસાણા સીવીલ રેફર કરવામાં આવ્યા હતા. પરંતુ છરીઓના ઘા એટલા ગંભીર હતા કે બાદમાં યુવતીને અમદાવાદ સીવીલ ખાતે ખસેડવામાં આવી હતી.હાલ યુવતીની સ્થીતિ સ્થીર છે.
સમાજમાં પ્રેમ વિવાહ કરેલા યુગલનો ક્યારેય આશાનીથી સ્વીકાર થતો નથી, અમુક કીસ્સામાં હત્યા પણ કરી દેવામાં આવે છે,(ઓનરકિલીંગ) શબ્દાવલીમાં નામ પણ સારૂ મળેલુ છે.
આમ યુવક – યુવતીએ પરિવારની મરજી વિરૂધ્ધ જઈ લગ્ન કર્યા હોવાથી યુવતીના સગા પીતાએ તથા ત્રણ ભાઈઓએ મળી યુવતીને સાથે મારપીટ કરી છરીના ઘા મારી જાનથી મારી નાખવાની કોશીષ કરેલી. જેથી આ ગુના બદલ યુવતીના પીતા તથા, ત્રણ ભાઈઓ વિરૂધ્ધ લાંઘણજ પોલીસે આઈ.પી.સી. કલમ 307,323,504,506(2),114 મુજબ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.