કેનેડામાં રહેતા 1.85 લાખ વિદ્યાર્થીઓના પરિવારોને કેન્દ્ર સરકારના નિવદેનથી હાશકારો

શેર કરવા અહીં ક્લિક કરો.

આ માહિતી જાણીને કેનેડામાં ભણતા વિદ્યાર્થીઓના કુટુંબીજનોને થશે હાશકારો, જાણો શું કહે છે સરકાર 

એક અંદાજ મુજબ, દર વર્ષે ગુજરાતમાંથી 40 હજાર જેટલા વિદ્યાર્થીઓ કેનેડાની જુદી જુદી યુનિવર્સિટી-કોલેજમાં અભ્યાસ માટે જાય છે

1 લાખ 85 હજાર એટલે કે, 20 ટકા જેટલા વિદ્યાર્થી માત્ર ભારતનાં છે. ભારતમાંથી સૌથી વધુ પંજાબ અને હરિયાણામાથી વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જાય છે

ગરવી તાકાત, તા. 22 – એક અંદાજ મુજબ, દર વર્ષે ગુજરાતમાંથી 40 હજાર જેટલા વિદ્યાર્થીઓ કેનેડાની જુદી જુદી યુનિવર્સિટી-કોલેજમાં અભ્યાસ માટે જાય છે. આ ઉપરાંત, વર્ષોથી સ્થાયી થયેલા ગુજરાતીઓના પરિજનો પણ અંદાજે તેમની મુલાકાતે ત્યાં જતા હોય તેઓ પણ હવે કમ સે કમ વિચારણા કરતા થયા હોવાનું મનાય છે. ચાલુ વર્ષે આખા વર્લ્ડમાંથી અંદાજે 9 લાખ જેટલા વિદ્યાર્થીઓએ કેનેડાની જુદી જુદી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેમાથી 1 લાખ 85 હજાર એટલે કે, 20 ટકા જેટલા વિદ્યાર્થી માત્ર ભારતનાં છે. ભારતમાંથી સૌથી વધુ પંજાબ અને હરિયાણામાથી વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જાય છે.

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલી તનાતની વચ્ચે કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિવારજનો દહેશતમાં આવી ગયા છે. હવે મોદી સરકારે માતાપિતાની ચિંતા દૂર થાય એવી જાણકારી આપી છે. સરકાર તરફથી કહેવાયું છે કે વિદ્યાર્થીઓના પરિજનોએ ડરવાની જરૂર નથી. વિદેશ મંત્રાલયે ગુરુવારે 44 મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં કેનેડા અંગે એક એક સવાલના જવાબ આપ્યા. સરકારે કેનેડાની સાથે સાથે સમગ્ર દુનિયા સામે ભારતનું સ્ટેન્ડ પણ સ્પષ્ટ કર્યું. અનેક લોકોના મનમાં કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં આવેલી ખટાશ અંગે સવાલો છે. 

પહેલો સવાલ એ છે કે કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓનું શું થશે? ભારતમાં માતા પિતા તેમના ભવિષ્યને લઈને ચિંતિત છે. તેને લઈને ભારત સરકારે સૌથી પહેલા કેનેડામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને લઈને ચિંતા દૂર થાય એવું નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે સંબંધોની અસર ભારતના વિદ્યાર્થીઓ પર પડશે નહીં. એટલે સુધી કે વિઝા પર લગાવવામાં આવેલા હંગામી પ્રતિબંધની અસર પણ ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે નહીં. એટલે કે કેનેડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પરિજનોએ હવે ડરવાની કોઈ જરૂર નથી.

બીજો સવાલ એ છે કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના આરોપને ભારત કેવી રીતે જોઈ રહ્યું છે? જેનો જવાબ ભારતના વિદેશ મંત્રાલયે આપ્યો છે. ભારતે સ્પષ્ટ કરી દીધુ કે ખાલિસ્તાની આતંકીની હત્યામાં ભારતની કોઈ ભૂમિકા નથી. કેનેડા સરકાર તરફથી કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી. ભારત માને છે કે કેનેડાના પ્રધાનમંત્રીના આરોપ પાછળ રાજકીય ટુલકિટ છે.

ત્રીજો સવાલ એ છે કે ભારતે કેનેડાના લોકો માટે વિઝા સર્વિસ કેમ બંધ કરી? તેને લઈને સરકારે સ્પષ્ટ કર્યું છે કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને ખાલિસ્તાની આતંકીઓ ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે. ખાલિસ્તાની આતંકીઓ પર કેનેડા સરકારની નરમાઈના પગલે ભારતીય દૂતાવાસમાં કામ કરવું હાલ મુશ્કેલ છે. આથી આ કારણે હંગામી રીતે વિઝા સર્વિસ બંધ કરાઈ છે. દુનિયામાં કોઈ પણ ખૂણે રહેતા કેનેડાના લોકોને ભારત વિઝા નહીં આપે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.