ગરવીતાકાત અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી પ્રાથમિક શાળા નંબર ૧ માં ડ્રોઈંગ વર્કશોપનું સમાપન થયું છે વર્કશોપના છેલ્લા દિવસે જિલ્લા કલેકટર નાગરાજ ન સાહેબ શ્રી એ શાળાની મુલાકાત કરી બાળકો ની મહેનત અને કલાને બિરદાવી હતી પેન્ટિંગ વર્કશોપમાં ૬ થી ૧૪ વર્ષના બાળકોએ ભાગ લીધો હતો જેમાં બાળકોએ વિવિધ થીમ આધારિત પેઇન્ટિંગ તૈયાર કરી હતી અંદાજે ૧૦૦ થી વધારે પેઈન્ટિંગ તૈયાર થયા બાદ એક પ્રદર્શનનું આયોજન પણ કરાયું હતું જેને નિહાળવા માટે વિવિધ શાળાના બાળકો તેમજ શિક્ષકો આવ્યા હતા જિલ્લા રમત-ગમત કચેરી દ્વારા આયોજિત ચિલ્ડ્રન ડ્રોઈંગ એક્ટિવિટી વર્કશોપનું આયોજન કરાયું હતું જેમાં સળંગ પાંચ દિવસ સુધી બાળકોએ તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ વિવિધ ચિત્રો તૈયાર કર્યા હતા વર્કશોપ ના છેલ્લા દિવસે બાળકોએ તૈયાર કરેલા પેન્ટિંગ ને નિહાળવા માટે અરવલ્લી જિલ્લા કલેક્ટર શાળામાં પહોંચીને વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા