બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના દિયોદર થી ડેડાવા જતી બસમાં બેણપ ગામના વતની એવા દશરથભાઈ કરસનભાઈ જયસ્વાલ કૂચોસન થી બેણપ જત હતા તે દરમિયાન તેમના ખીસ્સામાં પાકીટ આકસ્મિક રીતે ખોવાઈ ગયું હતું જે પાકીટમાં મૂળ રકમ 45 સો રૂપિયા હતા જે પાકીટ બસના ડ્રાઇવર અને કંડકટર ને મળી જતા બસ ડ્રાઈવરે દિયોદર એસટી ડેપોનો સંપર્ક સાધ્યો હતો અને સંપર્ક સાધ્યા બાદ પાકીટ માં પડેલા ડોક્યુમેન્ટ ના આધારે મૂળમાલિકને ફોન કરી પાકીટ પરત કરવામાં આવ્યું હતું. જેમાં ડ્રાઈવર માનાભાઈ શંકરભાઈ સેગલ. અને કંડકટર ગિરીશભાઈ પ્રજાપતિએ પાકીટ પરત આપી એક ઉંમદુ ઉદાહરણ પૂરું પાડ્યું હતો.

તસ્વીર અહેવાલ: પારસ વ્યાસ ડીસા

Contribute Your Support by Sharing this News: