વર્તમાન પરીસ્થિતી નવી માનસીકતાની માંગ કરી રહી છે : પી.એમ. નરેન્દ્ર મોદી

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત,નવી દિલ્હી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારી માટે કાર્ય કરનાર ગૈર લાભકારી સંગઠન અમેરિકા ભારત સામરિક ભાગીદારી ફોરમના ત્રીજા વાર્ષિક નેતૃત્વ શિખર સંમેલનને સંબોધિત કર્યું હતું.લોકડાઉન દરમ્યાન અમે આત્મનીર્ભર ભારત બનાવવાનો નીર્ણય લીધો છે જેમાં ગ્લોબલ રહીને પણ કેવી રીતે પોતાના દેશને સેલ્ફ ડીપેન્ડન્ટ અને સેલ્ફ રીલાયન્ટ બનાવીયે એના ઉપર અમે કામ કરી રહ્યા છીયે એમ નરેન્દ્ર મોદીએ આ ઈ-શીખર સમેંલનમાં ઉમેર્યુ હતુ. 

2019 માં ભારતમાં એફડીઆઇ 20 ટકા વધી છે વર્તમાન પરિસ્થિતિ એક તાજા માઇન્ડસેટની માંગ કરે છે એવો વિચાર જયાં વિકાસ માનવને ધ્યાનમાં રાખીને કરવામાં આવે આવે.વડાપ્રધાને કહ્યું કે જયારે 2020 ની શરૂઆત થઇ તો કોઇએ વિચાર કર્યો ન હતો કે આખુ વર્ષ આ રીતે પસાર થશે વૈશ્વિક મહામારીએ બધાને પ્રભાવિત કર્યા છે આ આપણી પલ્બિક હેસ્થ અને ઇકોનોમિક સિસ્ટમની પરીક્ષા લઇ રહી છે.

આ પણ વાંચો – નોટબંદી થી દેશને નહી પણ ઉધોગપતીને જરૂર ફાયદો થયો હતો: રાહુલ ગાંધી

મોદીએ કહ્યું કે ભારત 130 કરોડ લોકોનો દેશ છે અહીં સિમિત સંશાધન છે અહીં આખી દુનિયાની સરખામણીમાં પ્રતિ દસ લાખ લોકો પર સૌથી ઓછા મોત થયા છે રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે મહામારીને ઘણી બાબતો પર અસર કરી છે પણ તેનાથી 130 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને મહત્વકાંક્ષાઓ પર કોઇ અસર કરી નથી હાલના મહિનામાં સુધારો થઇ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે 130 કરોડ ભારતીય એક મિશન પર કામ કરી રહ્યાં છે જ્યાં આત્મનિર્ભર ભારત બનાવી શકાય આત્મનિર્ભર ભારત ગ્લોબલને લોકલમાં વિલય કરે છે આ ભારતની તાકાતને એક વૈશ્વિકશક્તિ ગુણાકના રૂપમાં સુનિશ્ચિત કરે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.