ગરવી તાકાત કાંકરેજ : સમગ્ર બનાસકાંઠામાં દરેક ગૌશાળામાંથી ગાયોને છોડવામાં આવી હતી.તે અંતર્ગત આજ રોજ કાંકરેજ તાલુકામાં પણ ગૌસંચાલકો પણ આકરાપાણીએ જોવા મળ્યા હતા.ત્યારે ચાંગા ખોડીયાર ગૌશાળામાંથી ગાયોને છોડવાનો કાર્યક્ર્મ કરવાનો હતો તે અગાઉ જ ગૌસંચાલકો ગાયો રસ્તા ઉપર છોડે એ પહેલાં પોલિસને જાણ થતાં થરા પોલિસ ધટનાસ્થળે આવી પહોચી હતી.અને ગાયોને રસ્તા ઉપર બહાર નિકળતી અટ્કાવી હતી.દરેક ગૌશાળા સંચાલકોની એક માંગણી કે જે
સરકારે જાહેર કરેલ ગૌશાળા અને પાંજરાપોળના રૂપિયા 500 કરોડ ની સહાય ના મળતા અમારે ગાયો છોડી મૂકવાનો વારો આવ્યો છે.ચાંગા ગામની ગૌ શાળાની ગાયોને મામલતદાર કચેરી જતા થરા પોલીસે અટકાવી હતી.ચાંગામાં ગૌ ભક્તોએ ગાયોને રસ્તા ઉપર છોડતાં પહેલાં પોલિસે અટકાવી ગૌસંચાલકોને સમજાવી મામલો થાળે પાડયો હતો.આ બાબતે ગૌશાળા સંચાલકોએ જણાવ્યુ હતુ કે
જયાં સુધી સરકાર રૂપિયા 500 કરોડ ની સહાય નહી આપે ત્યાં સુધી લડત ચાલુ રાખવા ગૌ-ભક્તોએ ચીમકી ઉચ્ચારી હતી.
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ