કડી તાલુકાના નાની કડી ગામમાં એક માસ અગાઉ કગાયોના ભેલણના મુદ્દે ગામના તેર જેટલા ઈસમોએ ટોળું બનાવી ત્રણ શખ્સોને માર માર્યો હતો. જેમાં આરોપીઓએ ગામના જ ઈસમના તબેલા ઉપર જઇને તબેલાના માલિકને તમારી ગાયો ખેતરોમાં પેસી જઇને પાકનો ભેલાણ કરે છે. તેમ કહી હુમલો કરતા ત્રણ જેટલા ઈસમો ને ઇજા પોહચાડી હોવાની પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ હતી.
આ કેસ બાબતે પોલીસે તમામ આરોપીઓ ને તા ૧-૫-૨૦૨૧ ના રોજ જ્યુડિશિયલ કસ્ટડી માં રાખ્યા હતા. જેઓએ ત્યારબાદ હાલની જામીન અરજી ફોજદારી કાર્યરીતિની કલમ ૪૩૯ મુજબ આઠ આરોપી અરજદારો દ્વારા પાંચમા એડિશનલ જજ મહેસાણા સમક્ષ જામીન પર મુક્ત કરવા બાબતની અરજી કરવામાં આવી હતી .જે અન્નપૂર્ણા પુરુષોત્તમદાસ કંસારા પાંચમા એડિશનલ જજ મહેસાણા સમક્ષ અરજદારોની જામીનમુક્ત અરજી રજૂ કરતા અરજદારોના સામે થયેલ કેસની વિગતો તપાસતાં તેમજ આરોપીઓ એ એક સંપ થઈને પ્રાથમિક શાળાની પાછળ આવેલ તબેલા ઉપર જઈને હુમલો કરી તબેલાના માલીકને ગંભીર ઈજાઓ લોખંડ પાઇપો તલવાર ધારીયું જેવા શસ્ત્રો સાથે એપીડેમીક એકટ નો ભંગ સહિ ના ગંભીર પ્રકારના આરોપોને લઈ જામીન અરજી નામંજુર કરી હતી. જેમા કોર્ટે તમામ બાજુઓ ચકાસીને બંને પક્ષના વકીલોની દલીલોને ધ્યાનમાં લેતા પાંચમા એડિશનલ જજ દ્વારા આઠ આરોપીઓએ કરેલી રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.