ઉત્તરપ્રદેશના બલિયા જીલ્લમાં આવેલ ફેફના વિસ્તારના સાગરપાલી ગામમાં ગંગા નદીના કાંઠે આવેલા ગુરૂવારે  બે મૃતદેહને કુતરૂ ખાવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો વિડિયો વારયલ થયા બાદ પોલીસે બન્ને લાશોને અંતિમ સંસ્કાર કરાવ્યુ હતુ.

આ મામલે ફેફના પોલીસ સ્ટેશનના પ્રભારી સંજય ત્રિપાઠીએ શુક્રવારે જણાવ્યું હતું કે પોલીસને ગુરુવારે બાતમી મળી હતી કે અમારા પોલીસ સ્ટેશન વિસ્તારના સાગરપાલી ગામમાં ગંગા નદીના કાંઠે બે લાશો મળી આવી છે. આ માહિતી મળ્યા બાદ નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ યાદવ સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હતી. બાદમાં પોલીસે બંનેના મૃતદેહની અંતિમ વિધિ ગંગા નદીના કીનારે કરી હતી.

તેઓએ આ મામલે જણાવ્યું કે બંને મૃતદેહો કલાકો સુધી બંધાયેલા હતા અને એવું લાગે છે કે સંબંધીઓ ધાર્મિક વિધિ કર્યા બાદ મૃતદેહને ગંગા નદીમાં તરતી મુકી દીધી હતી. નોંધનીય છે કે ગુરુવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કુતરૂ બે મૃતદેહોનો પીછો કરતા જોવા મળી રહ્યા હતા.

તમને જણાવી દઈયે કે, ઉત્તરપ્રદેશમાં મૃતદેહોને ગંગા નદીમાં તરતી મુકવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં વાયરલ વિડીયોમાં મુજબ  મંગળવારની રાત્રે બલીયામાં જ સાત મૃતદેહો નદીમાં તરતા જોવા મળ્યા હતા. પરંતુ પ્રશાસન બીહારથી તરીને આ લાશો આવી હોવાની સંભાવનાઓ જણાવી રહ્યુ છે.  બીહારના બક્સરમાં પણ મહાદેવ ઘાટ ઉપર 71 લાશોને તરતી જોઈ આસપાસના લોકો દેહશતમાં આવી ગયા હતા. બાદમાં બક્સરના જિલ્લા વહીવટીતંત્રએ ડીએનએ નમુના લઈ લાશોની દફનવીધી કરી હતી.

Contribute Your Support by Sharing this News: