હત્યા કરી કેનાલમાં ફેંકી હતી લાશ, એલસીબીએ ત્રણ શખ્સોને ઝડપી લીધાં
સામઢી કેનાલમાંથી મળેલી લાશનો અનડીટેક ખૂનનો ગુનો ગણતરીના દિવસોમાં એલસીબીએ શોધી કાઢ્યો છે. ગત તારીખ 22/07/2021 ના રોજ ગઢ પો.સ્ટે.ના સામઢી ગામ સીમમાંથી પસાર થતી બનાસ નદીની કેનાલમાંથી એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસ દરમ્યાન અજાણ્યા ઈસમની હત્યા કરી ફેંકી દીધેલ હાલતમાં મારી નાખી ફેકી દીધેલ હોવાનુ સામે આવ્યું હતું.
આ કાર્યવાહીમાં સામે આવ્યુ હતુ કે, મૃતક જગદીશભાઇ ઉર્ફે જીગર વિષ્ણુભાઇ રામાનંદી (સાધુ) રહે. વિરેન પાર્ક, ડીસાવાળા તથા ગુનામાં સંડોવાયેલ આરોપીઓ એકબીજાના મિત્ર છે. અને બે વર્ષ આ ગુનાના મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે પપ્પુ શંકરજી ઠાકોર રહે.ડીસા વાળાની પ્રેમિકાની દીકરીને ભગાડી ગયો હતો. જે બાબતે સમાધાન થયું હતું બાદમાં તેની અદાવત રાખી મુખ્ય આરોપીએ સહઆરોપીની મદદગારી વડે ભોયણ ગામે ભેગા થઇ ત્યાંથી અલગ અલગ વાહનોમાં ડીસા નદીના પટમાં અલગ અલગ જગ્યાએ લઇ જઇ માર મારી તેનું મોત નિપજાવ્યુ હતું. બાદમાં કેનાલમાં ફેંકી નાસી છૂટ્યા હતા.
હત્યાનો મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફ પપ્પુ શંકરજી ઠાકોર રહે રિજમેન્ટ ડીસા વાળો પકળથી દૂર છે જેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, સરહદી રેન્જ ભુજ, તેમજ તરૂણકુમાર દુગ્ગલ પોલીસ અધિક્ષક બનાસકાંઠાના માર્ગદર્શન ગઢ પોલીસ સ્ટેશનની હદમાં બનેલ મર્ડરના ગુનામાં લાશની ઓળખ કરી ખૂનનો ગુનો શોધી તેમાં સંડોવાયેલ ઇસમો સામે કાર્યવાહી કરવા સુચના સૂચના બાદ એલ.સી.બી.ની અલગ અલગ ટીમો ગઠીત કરવામાં આવી હતી. એલસીબી તપાસમાં મૃતક જગદીશભાઈ ઉર્ફે જીગર વિષ્ણુભાઇ રામાનંદી (સાધુ) રહે. વિરેન પાર્ક, ડીસાવાળા હોવાનુ સામે આવ્યું હતું. ઝીણવટભરી તપાસમાં ટિમો દ્વારા નાનામાં નાની વિગતો એકત્રિત કરી ટેકનીકલ તથા હ્યુમન સેન્સ આધારે આરોપીઓ સુધી પોહચવામાં સફળતા મળી છે.
હત્યાના ગુનામાં પકડાયેલ આરોપીઓ
- ભરતભાઇ ઉર્ફે રૂડો ઘેમરજી ઠાકોર
- અંકિતભાઇ ઉર્ફે બંટી સુભાષ ભાઇ પપારામ યાદવ
- રાકેશકુમાર હસમુખલાલ ખત્રી
શું મુદ્દામાલ જપ્ત કરાયો..?
આ ગુનામાં સંડવાયેલ ઈસમો પાસેથી મોબાઇલ,ઈકો ગાડી મળી કુલ રૂ. 2.56,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.