નિયમિત પગાર ન ચૂકવાતા સફાઇ કામદારો ભૂખ હડતાળ પર ઉતરી ગયા

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સફાઇ કામદારો આજે નિયમિત પગાર ન ચૂકવાતો હોવાની રાવ સાથે હડતાળ પર ઉતરી ગયા હતા. જેને પગલે સિવિલ હોસ્પિટલની સફાઈ કામગીરી કથળી ગઈ હતી.

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર શહેરમાં આવેલી જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર અર્થે આવે છે. તેમાં દર્દીઓને સારવાર આપી રહેલા સ્ટાફ ઘણીવાર મનમાની કરતો હોવાની અને તબીબો દ્વારા નવા નિયમો ઘડીને દર્દીઓને તેમના સગાઓને હેરાનગતિ કરવામાં આવતી હોવાની વ્યાપક પ્રમાણમાં રાવ છે. ત્યારે આજે સિવિલ હોસ્પિટલમાં જ ફરજ બજાવતા સફાઇ કામદારો સિવિલ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીને પગલે ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે. સિવિલ હોસ્પિટલમાં કામ કરતા સફાઇ કર્મીઓ આજે ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા અને તેઓએ નિયમિત પગાર ન ચૂકવાતા હોવાથી ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરવુ પડયું છે તેમ જણાવ્યું હતું. આમ બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ પાલનપુર સિવિલ હોસ્પિટલમા સફાઇ કામદારો સફાઇનો પગાર નિયમિત ન ચૂકવાતો હોવાની રાવ સાથે હડતાળ પર ઉતરી જતાં સિવિલ હોસ્પિટલની સફાઈ કામગીરી પણ કથળી ગઈ હતી.

Contribute Your Support by Sharing this News: