વિસનગર તાલુકાના ભાન્ડુ ગામની સફાઈ ટીમે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકાના ભાન્ડુ ગામની સફાઈ ટીમ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું. જેમાં અંબાજી ખાતે ભાદરવી પૂનમના લઈ વિસનગર થી ઉમતા તરફ જવાના રોડ પર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિસનગર તરફથી અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કરવામાં આવી હતી. જેને લઈ હાઇવે રોડની આજુબાજુ કચરો જોવા મળ્યો. જે કચરાની ભાન્ડુ સફાઈ ટીમ દ્વારા સફાઇ કરવામાં આવી અને કચરાનો ટ્રેક્ટરમાં ભરી નિકાલ કરવામાં આવ્યો.

ભાન્ડુ ગામની સફાઈ ટીમે વિસનગર થી ઉમતા હાઇવે પર જે કચરો પડ્યો હતો તેને સાફ કરવાની કામગીરી કરી હતી. ભાન્ડુ ગામની સફાઈ ટીમે રોડ પર પડેલા કચરાને દૂર કરી સરસ કામગીરી કરી હતી. જેમાં રોડ પર કચરો હોવાથી વાહન ચાલકોને દુર્ગધ ન આવે તે માટે હાઇવે રોડ પરના તમામ કચરાને ભાન્ડુ ગામની સફાઈ ટીમે કામગીરી કરી હતી.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.