અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

મુખ્યમંત્રીએ મંત્રીઓને કરી ખાતાની ફાળવણી, કોને મળ્યું ક્યું મંત્રાલય

December 12, 2022

ગરવી તાકાત, મહેસાણા – ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના બીજા કાર્યકાળની શરૂઆત થઈ ગઈ છે. ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ આજે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મુખ્યમંત્રીની સાથે 8 કેબિનેટ મંત્રીઓ, બે રાજ્યકક્ષાના (સ્વતંત્ર હવાલો) મંત્રીઓ અને 6 રાજ્યમંત્રીઓએ પોતાના પદના શપથ લીધા હતા. શપથ ગ્રહણ બાદ સાંજે 6 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પહેલી મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠક બાદ દરેક નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દીધી છે.

૧. ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી, સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો

કેબીનેટ મંત્રીઓ
૨. કનુભાઇ મોહનભાઇ દેસાઇ, નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ ૩.  ઋષિકેશભાઇ પટેલ, આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો ૪. રાઘવજીભાઇ પટેલ, કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ ૫ બળવંતસિંહ રાજપુત ઉદ્યોગ, લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન, શ્રમ અને રોજગાર  ૬. કુંવરજીભાઇ બાવળીયા, જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો  ૭. મુળુભાઇ બેરા, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ  ૮. ડો. કુબેરભાઇ ડીંડોર, આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ૯. ભાનુબેન બાબરીયા, સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ

રાજ્ય કક્ષાના મંત્રીઓ
૧૦. હર્ષ સંઘવી, રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો),  ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)  ૧૧.  જગદીશ વિશ્વકર્મા (પંચાલ) સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો),   લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા) ૧૨. પરષોત્તમ સોલંકી, મત્સ્યોદ્યોગ અને પશુપાલન  ૧૩. બચુભાઇ મગનભાઇ ખાબડ, પંચાયત, કૃષિ  ૧૪. મુકેશભાઇ જે. પટેલ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા  ૧૫. પ્રફુલ્લભાઇ પાનસેરીયા, સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ ૧૬.  ભીખુસિંહ ચતુરસિંહ પરમાર, અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા ૧૭. કુંવરજીભાઇ હળપતી, આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
1:23 am, Dec 7, 2024
temperature icon 18°C
overcast clouds
Humidity 35 %
Pressure 1012 mb
Wind 4 mph
Wind Gust Wind Gust: 4 mph
Clouds Clouds: 100%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:10 am
Sunset Sunset: 5:54 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0