પંજાબના મુખ્ય ચુંટણી અધિકારી સીઇઓ જ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયા છે રાજયના નિર્વાચન અધિકારી એસ કરૂણા રાજુ,કોરોના સંક્રમિત જણાયા છે.પંજાબ નિર્વાચન કાર્યાલય તરફથી કરવામાં આવેલ એક ટ્વીટથી આ માહિતી આપવામાં આવી છે.સીઇઓ પંજાબ ડો એસ કરૂણા રાજુ કોવિડ તપાસમાં સંક્રમિત જણાયા છે.તેઓએ કોવિડ પ્રોટોકોલ અનુસાર તમામ સાવધાની દાખવતા ઘરમાં જ કોરોટાઇન્ડ થયા છે. તેમણે ગત દિવસોમાં તેમના સંપર્કમાં આવેલ લોકોને પણ કોરોનાની તપાસ કરાવવા વિનંતી કરી છે
ભારતના ચુંટણી પંચે પંજાબ સહિત પાંચ રાજયોમાં મતદાનની તારીખોની જાહેરાત બાદ રાજુએ શનિવારે અહીં પત્રકાર પરિષદ કરી હતી ચુંટણી પંચે પાંચ રાજયોમાં ચુંટણીની તારીખોની જાહેરાત કરી હતી. તે હેઠળ યુપીમાં સાત તબક્કામાં વિધાનસભા ચુંટણી કરાવવાની જાહેરાત કરી હતી.પંજાબ ઉત્તરાખંડ અને ગોવામાં ૧૪ ફેબ્રુઆરીએ એક જ દિવસમાં મતદાન થશે
[News Agency]