ગુજરાત BJP મહિલા અધ્યક્ષ દીપિકા સરડવાની કામગીરીની કેન્દ્રીય નેતૃત્વએ પણ લીધી નોંધ, કેન્દ્રીય નેતૃત્વમાં જવાબદારી મળે એવી શક્યતા !

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત, ગાંધીનગર : ગુજરાત ભાજપ મહિલા મોર્ચામાં જ્યારથી દીપિકાબેન સરડવાને સ્થાન આપવામાંં આવ્યુ છે ત્યારથી તેમને મહિલા વર્ગમાં નવા સાહસો, પ્રેરણા, સીદ્ધીઓ છેક ગામડાઓ સુધી પહોચાડી છે.  દિપીકાબેન પ્રોફેસર તથા વાંચનના શોખીન હોઈ તેમના ઉચ્ચ શિક્ષણનો લાભ પણ મહિલા મોરચાને મળી રહ્યો છે. મુળ મોરબીના દીપિકાબેને અમદાવાદને પોતાની કર્મભુમી બનાવી છે. જેમાં તેઓએ વર્ષ 2014માં ભાજપ સાથે જોડાઈને નાનામાં નાના કાર્યકર્તા સાથે ખભે-ખભો મીલાવીને, શહેરો-ગામડાઓમાં જઈને ઉંચ-નીચનો કોઈપણ ભેદવાવ રાખ્યા વગર નોંંધનીય કામગીરી કરી હોવાથી પાર્ટીએ તેમના કાર્યને બીરદાવી હતી. આથી તેમને ગુજરાત મહીલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

ડો. દીપિકા સરડવા સ્વર્ણીમ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન યુનીવર્સીટીમાં પ્રોફેસરના પદ પર રહ્યા હતા. તેઓ લક્ષ્ય સોશીયલ સર્વીસ ફાઉન્ડેશન નામના એનજીઓમાં વસ્ત્રદાન, અન્નદાન, કન્યાદાન, વિધાદાન, વુક્ષારોપણ, ફ્રી મેડીકલ જેવા કાર્યક્રમો યોજી સેવાકીય કામગીરી પણ કરે છે. તેઓએ આ સીવાય તેઓ પોલીસ ભરતીના ઉમેદવારોને ફ્રીમાં તમામ વિષયની તૈયારીઓ કરાવી પ્રેરણાદાયી કામગીરી કરેલ છે.  

વર્ષ 2014માં ભાજપના મહીલા મોરચામાં અમદાવાદની કોઓર્ડીનેટ ટીમમાં ગામે ગામ જઈને નાનામાં નાના કાર્યકર્તાને મળી સંગઠનને વધુ મજબુત બનાવવાની કામગીરી હોય કે બાવળા તાલુકા પ્રભારી તરીકેની કામગીરી, દીપીકાબેને પાર્ટી તરફથી મળેલા તમામ જવાબદારીને નિર્વાહ નિષ્ઠાપુર્વક નિભાવી છે. આ સીવાય તેમના જીવનમાં એક નોંધપાત્ર ઘટના જોડાયેલી છે. જેમાં તેઓએ વર્ષ 2016 પોતાના લગ્નના દિવસે જ પોતાના 5 પુસ્તકોનુ વિમોચન કર્યુ હતુ. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિન નીમીત્તે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે મહિલાઓના સ્વાસ્થ્યની ચીંતા કરી 8500 સ્ત્રીઓને 170 ગાયનેક હોસ્પિટલમાં પેસ્પમીયર ટેસ્ટ કરાવ્યા હતા. આ ટેસ્ટમાં જે મહિલાઓનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને સમયસર ઈલાઝ મળવા પામ્યો હતો. જેથી પોઝીટીવ ટેસ્ટ આવનાર મહિલાને જીવનદાન મળ્યુ હતુ. આમ મોદીના જન્મદિન નિમીત્તે અનેક સેવાકીય કાર્યો કરવા બદલ મહિલા મોરચાએ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ USA, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન જેવી સીદ્ધીઓ નોંધાવી હતી. આ સીવાય પણ તેમના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની મહિલાલક્ષી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચે તે માટે દિપીકા સરડવાએ સક્રીયા ભુમીકા ભજવી. જેમાં આયુષ્માનકાર્ડ, વિધવા સહાય યોજના, ઉજ્વલા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વિમાં યોજના,મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, વ્હાલી દિકરી યોજના, સુકુન્યા યોજનાનો સમાવેશ થાય છે. તેઓની અધ્યક્ષતામાં બ્લડ ડોનેશન કેમ્પમાં 2090 મહિલાઓને રક્તદાતા તરીકે જોડ્યા હતા.

આમ ભાજપ મહિલા મોરચામાં અધ્યક્ષ તરીકે 2 એપ્રીલના રોજ પદભાર સંભાળનારા દિપીકાબેનની કામગીરીને નરેન્દ્ર મોદી સહીતના ભાજપના નેતાઓએ નોંધ લીધી હતી. 

(અહેવાલ – પીન્ટુ દેસાઈ, મો- 99258 68301)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.