કાર સળગતા મચી અફડાતફડી,ઘટના સ્થળ વડગામ ના વેસા-ગીડાસણ રોડ ઉપર .

ગમ્યું તો આગળ શેર કરો.

છાપી : વડગામ તાલુકાના વેસા-ગીડાસણ રોડ ઉપર આજે સવારે એક ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચવા સાથે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.‎પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના વેસાથી ગીડાસણ તરફ એક સીએનજી કાર જઇ રહી હતી. તે દરમિયાન અચાનક ચાલતી કારમાં આગ લાગતા કાર આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. કારમાં આગ લાગ્યાની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા. જોકે, કારચાલક આશિષકુમાર પિતામ્બરભાઈ પરમારે સમય સુચકતા વાપરી કાર ઉભી રાખી કારમાંથી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો