ઊંઝા બ્રાહ્મણવાડા નજીક ધરોઈ કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા :  આજરોજ સવારે ખેરાલુ તાલુકાના મલેકપુર ગામના વતની ઠાકોર મહેશજી વલમાજી જેઓ 2 દિવસ અગાઉ ગરેથી નીકળી ગયેલા. જેની પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ મળી આવેલ નહોંતા. ત્યાર આજરોજ ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામની નજીક ધરોઈ કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

જે આજુબાજુ ગામના લોકોને જાણ થતાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પાલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો.

ત્યાર બાદ તપાસ કરી પરિવારજનોને બોલાવી મૃતદેહને પી એમ અર્થે ઊંઝા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેમજ પોલીસે વધુ તપાસ કરી મૃતદેહને પરિવારજનોને સોપાવમાં આવ્યો હતો. જેના પગલે પરિવારજનોમાં અને કુટુંબીજનોમાં શોક છવાઈ ગયો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.