બનાસકાંઠાના થરાદની મુખ્ય કેનાલમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા આસપાસના લોકોમાં ચકચાર મચી ગઈ હતી. નર્મદાની કેનાલના પાણીના પ્રવાહમાં અજાણ્યા યુવકની લાશ મળી આવતા આસપાસના લોકોએ તુંરત પોલીસને જાણ કરી ધટના સ્થળે બોલાવી લીધી હતી. યુવકની લાશ દોરડાથી બાંધેલી હાલતમાં મળી આવતા પ્રાથમીક દ્રસ્ટીએ હત્યા થઈ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબેરેટેડ એક્ટ ?
નર્મદાની કેનાલમાં અવાર નવાર અજાણ્યા શખ્સોની લાશ મળી આવતી હોય છે જેમાં નાસીપાત થયેલ લોકો આત્મહત્યા કરી પોતાનુ જીવન ટુંકાવતા હોય છે.આજે ફરીથી બનાસકાંઠાના થરાદની મુખ્ય કેનાલમાં અજાણ્યા યુવકની લાશ તરતી મળી આવતા અનેક તર્કો-કુતર્કો થઈ રહ્યા છે. અજાણ્યા યુવકની લાશની ખબર આસપાસના લોકોમાં ફેલાતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અજાણ્યા યુવકની લાશ મળી આવતા રાહદારીઓએ તુંરત પોલીસને ઘટના સ્થળે બોલાવી દેતા તેમની સાથે ફાયર વિભાગના કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. જેથી ફાયર વિભાગે લાશને બહાર નીકાળવાની કામગીરી કરી હતી. યુવકની લાશ બહાર નીકાળી ત્યારે આસપાસના લોકો ચોકીં ઉઠ્યા હતા. કેમ કે લાશ દોરડા વડે બંધાયેલ હાલતમાં હોવાથી હત્યા કરી લાશને કેનાલમાં ફેકી દેધી હોવાના અનુમાન લાગી રહ્યુ છે. પોલીસને લાશ પાસેથી કોઈ એવીડન્સ નહી મળી આવતા, યુવકનુ નામ ઠામ જાણવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.