ગરવી તાકાત મહેસાણા: મહેસાણા જિલ્લામાં હાલમાં હત્યા, લૂંટ, ચોરી અને આત્મહત્યા જેવા બનાવો દિવસેને દિવસે બની રહ્યા છે. થોડા દિવસ અગાઉ પણ મહેસાણાના સિદ્ધપુર બજારમાં એક યુવકે ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે મહેસાણાના માલગોડાઉન વિસ્તારમાં અજાણ્યા યુવકની ગળે ફાસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. જેને લઈ રેલવે પોલીસે ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે.
મહેસાણા શહેરમાં માલગોડાઉન વિસ્તારમાં ભારત ગેસ એજન્સી સામે આજે વહેલી સવારે એક અજાણ્યા યુવકની લોખંડની એન્ગલ ઉપર દુપટ્ટા સાથે ગેળે ફાસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને લઈ સ્થાનિક લોકોએ ઘટનાની જાણ રેલવે પોલીસને કરતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે, યુવક ક્યાંનો છે અને તેણ આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે એ તપાસનો વિષય છે. આ ઘટનની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.