ગરવી તાકાત મહેસાણાના: કડીના આદુંદરા નજીક પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાથી ગુરૂવારે સવારે એક લાશ તરતી દેખાઈ હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી લાશને બહાર કાઢી વાલી વારસોની શોધખોળ કરતા અમદાવાદનો રબારી યુવક હોવાનુ જણાતાં કડીની સરકારી હોસ્પિટલમા પી.એમ કરાવી લાશ પરિવાર જનોને સોંપી અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે
મહેસાણાના બુટ્ટા પાલડી ગામનો યુવાન રબારી નારણભાઈ અમથાભાઈ (ઉ.વ.30) હાલમા અમદાવાદ સ્થિત રબારી કોલોનીમા રહેતા હતા અને દૂકાન ચલાવતા હતા. 21 ફેબ્રુઆરીના રોજ ઘરેથી એક્ટિવામાં હવા પુરાવા જવાનુ કહીને નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા તેની શોધખોળ આદરી હતી. ચોથા દિવસે ગુરૂવારે કડીના આદુંદરા ગામની સીમમાથી પસાર થતી નર્મદા કેનાલમા એક લાશ તરતી દેખાઈ હતી
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા