આવનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ ઉત્તરપ્રદેશ માં સત્તા પર ફરીથી આવવાના પ્રયાસમાં છે. આ દરમિયાન બંને પક્ષો અને વિપક્ષ તરફથી સમ સામે ઉગ્ર વિવાદાસ્પદ નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે. હિંદુ-મુસ્લિમ મતદારોને રીઝવવા માટે જાેરશોરથી કામ કરવામાં આવી રહ્યા છે. આ યાદીમાં ભાજપના એક સાંસદે એવો દાવો કર્યો છે કે ભાજપને મુસ્લિમ સમુદાયના વોટ નહીં મળે, કારણ કે મોદી સરકારે કલમ ૩૭૦ હટાવી દીધી છે.
કન્નૌજમાં એક સભાને સંબોધતા ભાજપ સાંસદ સુબ્રત પાઠકે મુસ્લિમ સમુદાયને લઈને ઘણા દાવા કર્યા. તેમણે કહ્યું કે રામ મંદિર નિર્માણ જેવા કામોને કારણે મુસ્લિમો સમુદાયના વોટ ભાજપને નહીં મળે
ભાજપ સાંસદે કહ્યું- “જાે ૧૦૦ ઘર બનાવવાના થશે તો તેમાંથી ૩૦ ઘર મુસ્લિમો માટે પણ બનાવવામાં આવશે, પરંતુ તે પછી પણ અમને વોટ નહીં મળે તો વોટ નહીં મળવાનું શું કારણ છે. તો કારણ માત્ર એક જ છે મત આ માટે ન મળ્યા કારણ કે કલમ ૩૭૦ નાબૂદ કરી છે. અમે લોકોએ ભગવાન રામનું મંદિર બનાવ્યું, કાશીમાં ભવ્ય વિશ્વનાથનું મંદિર બનાવ્યું. તેથી જ મત નહીં મળે
બીજેપી સાંસદ સુબ્રત પાઠક અહીં જ અટક્યા ન હતા. મુસ્લિમ મતો બાદ તેમણે મથુરામાં મંદિરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે અમે અયોધ્યામાં મંદિર બનાવ્યું, કાશીમાં મંદિર બનાવ્યું, હવે મથુરામાં પણ મંદિર બનાવીશું. તમે જેને મત આપવા માંગો છો તેને આપી શકો છો. પાઠકે કહ્યું હતું કે ભાજપને એવા લોકોના મત નથી જાેઈતા જેઓ આતંકવાદને ટેકો આપે છે, પાકિસ્તાન તરફી નારા લગાવે છે અને ભારતમાં શરિયા કાયદાનું સ્વપ્ન જુએ છે
ન્યૂઝ-સી વોટરના સર્વે અનુસાર યુપીમાં ભાજપ સરકાર ફરીથી આવી શકે છે. આ સર્વે અનુસાર ૪૯ ટકા લોકોએ કહ્યું છે કે ભાજપ ફરી સત્તામાં આવશે. તે જ સમયે, ૩૦ ટકા લોકો સમાજવાદી પાર્ટી સરકારના સમર્થનમાં જાેવા મળ્યા હતા. આઠ ટકા લોકોએ કહ્યું કે માયાવતીનો વનવાસ ખતમ થશે અને બસપાને સત્તા મળશે. આ સિવાય છ ટકા લોકો કોંગ્રેસની સરકાર બનાવવાની વાત કરતા જાેવા મળ્યા હતા.ભાજપને મુસ્લિમ સમુદાયના વોટ નહીં મળે, કારણ કે મોદી સરકારે કલમ ૩૭૦ હટાવી દીધી છે
[News Agency]