શરમ કરો શરમ કરો મહેસાણા પાલિકાની તિજોરી ખાલી કરી શરમ કરોના સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસનો વિરોધ
કોંગ્રેસના કાર્યકરો આગેવાનો ગધેડા સાથે પાલિકામાં પ્રવેશ કરતાં પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી
મહેસાણાની પ્રજાના વેરાની રકમથી કોર્પોરેટર તથા અન્ય લોકો અમદાવાદમાં ફાર્મ હાઉશ, ફલેટો ખરીદી રહ્યા છે – શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભટ્ટ
ગરવી તાકાત, મહેસાણા તા. 29 – મહેસાણામાં કોંંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભાજપ શાસિત મહેસાણા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચરમસીમાં ઓળંગી ગયો હોવાના આક્ષેપો સાથે એક અનોખી રીતે વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર પોકારી ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યોં હતો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ચાર ગધેડા સાથે મહેસાણા નગરપાલિકામાં પહોંચ્યાં હતા. જ્યાં મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ડો. મિહિર પટેલ ભ્રષ્ટાચાર આચરનારા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મહેસાણા નગરપાલિકાના સત્તાના સિંહાસન પર બેઠેલી ભાજપ શાસિત નગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા લાંબા સમયથી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપો અનેકવાર થઇ ચૂક્યાં છે. ત્યારે આગ લાગ્યાં વિના ધુમાડો ન નીકળે તેમ મહેસાણા કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવતાં આક્ષેપોમાં કઇક તો તથ્ય હોવું જરુરી છે. ત્યારે મહેસાણા નગરપાલિકામાં સત્તાના સિંહાસને બિરાજતાં મહેસાણા નગરપાલિકાના પ્રમુખ આ બાબતની ઝીણવટભરી તપાસ કરાવે તો ધ્યાને આવે કે આક્ષેપોમાં કેટલું તથ્ય છે. આક્ષેપો સાચા છે કે ખોટા જેથી દૂધનું દૂધ અને દહીનું દહી થઇ શકે.
મહેસાણા કોંગ્રેસના શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટ તથા કોંગ્રેસના આગેવાન કાર્યકરો તેમજ મહિલા મોરચાના ડો મેઘા પટેલ મહિલા કાર્યકરો સહિત ચાર ગધેડા લઇ મહેસાણા નગરપાલિકા ખાતે વિરોધ કરવા બેનરો સાથે પહોંચ્યાં હતા. જે બેનરોમાં શરમ કરો શરમ કરો મહેસાણા નગરપાલિકાની તિજોરી ખાલી કરવામાં શરમ કરો ના બેનરો અને સૂત્રોચ્ચાર સાથે ધરણા યોજી રામધૂન બોલાવી આ ભ્રષ્ટાચાર બાબતની તપાસ કરવાની કોંગ્રેસે માંગ કરી હતી. જો કે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ગધેડા સાથે મહેસાણા નગરપાલિકામાં પ્રવેશ કરવાની કોશિશ કરતાં પોલીસે અટકાવતાં માહોલ ગરમાયો હતો જેને પગલે મહેસાણા શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટ, ડો. મેઘા પટેલ સહિત આગેવાનોની અટકાયત કરી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટીંગાટોળી કરી લઇ જવામાં આવ્યાં હતા.
કોંગ્રેસ શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટે આ બાબતે મિડીયાને જણાવ્યું હતું કે, મહેસાણા નગરપાલિકાએ છ માસથી ગટરની ખોટી કંપની ઉભી કરી જેના પાસે કામગીરીનો કોઈ અનુભવ નથી ડિપોઝીટ ભરી નથી જે કર્મચારીઓ ભૂગર્ભ ગટરમાં ઉતરે તેઓનો કોઇ વીમો નથી એવા વ્યક્તિઓને છ છ મહિના સુધી પાલિકાએ ભ્રષ્ટાચાર આચર્યા સ્વીમીંગ પુલના કાગળિયા બોગસ છે.એટલો બધો ચરમ સીમાએ મહેસાણા પાલિકાનો ભ્રષ્ટાચાર છે પહોંચી ગયો છે કે અમદાવાદમાં ફાર્મ હાઉસો ફ્લેટ કોર્પોરેટર અને અન્ય લોકો ખરીદવા લાગ્યા છે.અમારું એક જ કહેવું છે એ વેરો ભરતી પ્રજા છે તમારા નથી. આજે અમારે ગધેડા લઈ વિરોધ પક્ષના નેતા અને કાર્યકરો સાથે અહીંયા પ્રજા વતી આવવું પડ્યું હતું. આ વેરો ભરતી પ્રજા છે એમના વતી હું જવાબ માગવા આવ્યો છું.આવા ભ્રષ્ટાચાર કરતા લોકો સામે પાલિકાના નવા પ્રમુખ ડો મિહિર પટેલ ફરિયાદ દાખલ કરશે. પાલિકા પ્રમુખ ફરિયાદ નોંધાવી એક ઉદાહરણ બેસાડે અને આ ભ્રષ્ટાચારી લોકો સામે કાર્યવાહી કરે. કોંગ્રેસ પક્ષ સદાય આના માટે અવાજ ઉઠાવશે. ગધેડા લાવવા નું એક જ કારણ કે તેઓને બતાવ્યું કે મહેસાણા શહેરની પ્રજા સમજી ગઈ છે અને ગધેડા પણ સમજી ગયા છે કે તમારો ભ્રષ્ટાચાર ચરમ સીમા પર છે.