શુક્રવારના રોજ બનાસ બેંકની 9 બેઠકો પર ચુુંટણી યોજાઈ હતી. જેમાં 98 ટકા જેટલુ મતદાન થયુ હતુ. જેની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે. આ ચુંટણીમાં ભાજપે સસ્પેન્ડ કરેલા સભ્યોએ ભાજપના જ ઉમેદવારો સામે ચુંટણી લડી હતી. જેમાં કેટલાકનો વિજય પણ થયો છે. બનાસ બેંકની વડગામ, દિયોદર,લાખણી, પાલનપુર, દાંતીવાડા,સુઈગામ, ભાભર,ડીસા ચુંટણી યોજાઈ હતી.
બનાસ બેંકની ચુંટણીમાં ડીસા શીટ પરથી જીગરભાઈ દેસાઈનો વિજય થયો છે. લાખણી બેઠક પરથી ભાજપના મેન્ડેટ પરથી ચુંટણી લડી રહેલા નારણભાઈ દેસાઈનો વિજય થયો છે. પાલનપુર બેઠક ઉપરથી પરથીભાઈ લોહનો વિજય થયો છે. વડગામ બેઠક ઉપરથી કેશરભાઈ ચૌધરીનો વિજય થયો છે. તો દાંતીવાડા બેઠક પરથી ભાજપના મેન્ડેન્ટ પરથી સવસિંહભાઈ ચૌધરીનો 2 મતથી વિજય થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડગામ બેઠક પર બન્ને ઉમેદવારોને (35-35) સરખા વોટ મળ્યા હતા જેથી ચીઠ્ઠી ઉછાળવામાં આવતાં કેશરભાઈ ચૌધરીનો વિજય થયો હતો. કેશરભાઈ ચોધરી અને પરથીભાઈ લોહને ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. તો બીજી તરફ ભાજપે સસ્પેન્ડ કરેલા અન્ય દિયોદરની બેઠકના ઉમેદવાર ઇશ્વરભાઈ તેજાભાઈ પટેલનો પણ વિજય થયો છે. સુઈગામ બેઠક પરથી દાનાજી ચાવડાનો વિજય થયો છે. આ તથા ભાભરની બેઠક પરથી પિરાજી ઠાકોરનો વિજય થયો છે.
તમને જણાવી દઈયે કે, ભાજપે ચુંટણી પહેલા મેન્ડેટ ઈશ્યુ કર્યા હતા. પરંતુ ભાજપના (1) વડગામના કેશરભાઈ પરથીભાઈ ચૌધરી, ચેરમેન (2) દિયોદરના ઇશ્વરભાઈ તેજાભાઈ પટેલ, સક્રિય સભ્ય (3) લાખણીના તેજાભાઇ લાલજીભાઇ પટેલ, પ્રદેશ કિસાન મોરચો (4) પાલનપુરના પરથીભાઈ આભાભાઈ લોહ, પૂર્વ ચેરમેન APMC (5) દાંતીવાડાના નટવરભાઇ મોતીભાઇ ચૌધરી પ્રભારી પાલનપુર તાલુકાએ ભાજપના જ માણસ સામે ઉમેદવારી નોંધાવી હતી. જેથી સીઆર પાટીલે આ તમા્મ લોકોને શિસ્ત ભંગ બદલ સસ્પેન્ડ પણ કર્યા હતા.