મહેસાણા ગણપત યુનિવર્સીટી ખાતે આરોગ્યમંત્રીની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાશે

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : ડો સર્વપલ્લી રાધાક્રિષ્ણનના જન્મદિનની 05 સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે.આ ઉજવણીના ભાગ રૂપે મહેસાણા જિલ્લા શિક્ષણ પરીવાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહનું આયોજન કર્યું છે.05 સપ્ટેમ્બરને સોમવારે સવારે 11 કલાકે આરોગ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગણપત વિશ્વવિધાલય ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમ યોજાનાર છે.

આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ,સંસદ સભ્ય શ્રીમતી શારદાબહેન પટેલ,પાટણના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી,રાજ્યસભાના સંસદ સભ્ય જુગલજી ઠાકોર,પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર, ધારાસભ્ય સર્વેશ્રી રમણભાઇ પટેલ,કરશનભાઇ સોલંકી,ભરતજી ઠાકોર,અમજલજી ઠાકોર ઉપસ્તિત રહેનાર છે.

આ અવસરે ગણપત યુનિના પ્રમુખ ગણપતભાઇ પટેલ દાદા પણ માર્ગદર્શન આપનાર છે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ ઉપસ્થિત રહેનાર છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઇ પટેલ,જિલ્લા શિક્ષણાધિકારી ડો એ.કે.મોઢ પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો ગૌરાંગ વ્યાસે આમંત્રણ પાઠવેલ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.