ધ્વજ દિનમાં શ્રેષ્ઠ યોગદાન સંસ્થાઓ રાષ્ટ્રસેવામાં સમર્પિત

શેર કરવા અહીં ક્લિક કરો.

સશસ્ત્ર સેના ધ્વજદિની ઉજવણી 07 ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં કરવામાં આવે છે. દેશની સુરક્ષા અને અંખડિતતા માટે પોતાનું સર્વોચ્ચ સમર્પિત કરતા આપણા શૂરવીર સૈનિકો અને તેઓના પરિવારજનો પ્રતિ નાગરિકો દ્વારા આત્મયીતા અને સન્માનની લાગણી પ્રદર્શિત કરવા અવસરની ઉજવણી કરવામાં આવે છે.મા-ભોમ ભારત માતાની રક્ષા કાજે આપણા જવાનો યુધ્ધમાં અને આંતકવાદીઓ સાથેની લડાઇમાં પ્રાણ ન્યોછાવાર કરી દેશ માટે મહાન કુરબાનીઓ આપે છે. આવા શહિદ થયેલા જવાનોના કુટુંબીજનો,સૈનિકો અને માજી સૈનિકોના કલ્યાણ અર્થે અને તેમને સંકટ અને માંદગીના સમયે નાણાંકીય સહાય આપવા અને તેમના બાળકોને શિષ્યવૃતિ અપાવવા જેવા કાર્યો માટે ધ્વજદિનના પ્રસંગે જાહેર જનતા પાસથી યથાશક્તિ ફાળો એકત્રિત કરવામાં આવે છે.

આ પણ વાંચો – #ઉદાશીન_આશ્રમ : મહિલા પર બળાત્કારનો ગુનો કબુલ્યો, મહંત જેલના હવાલે

         યુધ્ધ હોય કે શાંતિ આપણી સશસ્ત્ર સેનાઓ રાષ્ટ્રની સેવામાં પોતાનું અમુલ્ય યોગદાન આપતી રહી છે.આપણા રાષ્ટ્રની વિશાળ સીમાઓના રક્ષણ માટે જ્યારે જ્યારે હાકલ પડી ત્યારે ત્યારે આપણી સેનાઓ પોતાની નિસ્વાર્થ કર્તવ્ય પરાયણતા અને રણભુમિમાં પોતાની સર્વશ્રષ્ઠ કાર્યદક્ષતાની મિશાલ બની રહી છે. વર્ષ 2019-2020 માં સશસ્ત્ર સેના ધ્વજદિનમાં વધુ ફાળો આપનાર ખરેખર પ્રશંસાને પાત્ર છે.જેમાં ઓ.એન.જી.સી મહેસાણા દ્વારા પૂ 02 લાખ,વિભાગીય કચેરી જી.આર.સી.ટી મહેસાણા દ્વારા 1,98,200, સર્વ વિધાલય સંકુલ મહેસાણા દ્વારા 6,63,371 અને નાથીબેન ઇશ્વરભાઇ પટેલ તુલસી બંગ્લોઝ દ્વારા રૂ 04 લાખ આપવામાં આવેલ છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.