અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માં સવાર થીજ વાદળ છાયું વાતાવરણ બની રહ્યું હતું અને સવાર થીજ બફારો હતો સાંજે વંટોળ સાથે ધમાકેદાર વરસાદ વરસ્યો હતો આ ઉનાળા માં ખુબજ ગરમી સહન કરવી પડી છે  સિજન નો પહેલા વરસાદ માં ગરમી થી થોડી રાહત અનુભવાઈ રહી છે અને પવન ના કારણે બાજરી ના પાક ને નુકશાન થયું છે અને વંટોળ ના કારણે પણ અનેક જાડ ધરાશાયી થયેલ છે અરવલ્લી જિલ્લા ના બાયડ તાલુકા ના શણગાલ ગામ એ સાંજે 5 કલાકે વવાજોડું આવતા 25 થી 30 મકાન ના છાપરા ઉડી ગયા અને 50 થી વધુ ઝાડ પડી ગયા ગામ માં આવા જવાના રસ્તા બંધ થઈ ગયા અને લાઈટ પણ નથી શણગાલ ગામે ખૂબ નુકશાન થયેલ છે વાયુ ની અસર વર્તાઈ રહી છે ત્યારે વાવાઝોડા સાથે વરસાદી માહોલ સર્જાયો છે જેના કારણે ચોઈલા – શણગાલ રોડ અને બાયડ – દહેગામ રોડ પર નાના-મોટા ઝાડ પડેલ છે, જે‌ આર-ઍન્ડ-બી વિભાગ દ્વારા સત્વરે ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે.સ્થાનિક તંત્ર ને સમાચાર મળતા ની સાથે જ તાબડતોબ જે તે સ્થળ પર પોહચી રસ્તા ઓ ઉપર જાડ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી