અમીરગઢની બનાસ નદી પીકનીક નું કેન્દ્ર બની

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત,અમીરગઢ
અમીરગઢની બાજુમાંથી પસાર થતી અમીરગઢ વાસીઓ માટે જીવાદોરી સમાન ગણાતી બનાસ નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે તેને જોવાનો લોકો લ્હાવો લઈ રહ્યા છે અને તેમાં સ્નાન કરવા માટે લોકો દૂર દૂરથી દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે. જેવા કે પાલનપુર, પાટણ,મહેસાણા, ઊંઝા, વિસનગર, કલોલ અમદાવાદ સહિત ના શહેરોમાંથી બાઈક, ગાડી,અને બસ મારફતે લોકો બનાસ નદીમાં આવીને નદીના પાણીમાં નાહવાનો અને જોવાનો ભરપૂર આનંદ ઉઠાવતા હોય છે.

આ પણ વાંચો – પાટણ: સાદા પાવડરને બ્રાઉનસુગર જણાવી તોડ કરવા આવેલી નકલી પોલીસની દાળ ના ગળી

તસ્વીર – જંયતી મેતીયા

તેઓ ગરમીથી રાહત મેળવી રહ્યા છે.અને પોતાના સાથે નાસ્તો પણ લઈને આવતા હોય છે.જેઓ નહાવાની મજા માન્યા બાદ તેમના પરિવાર સાથે ભેગા મળીને નાસ્તો કરતા હોય છે.અને આ અદભૂત કુદરતી સૌંદર્ય નો લ્હાવો લઈ રહ્યા છે.

રીપોર્ટ – જયંતી મેતીયા
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.