ગરવીતાકાત,સાબરકાંઠા: ભાદરવા સુદ પૂનમ એટલે અંબાજી ખાતે આરાસુરી ભગવતી મા અંબાના ભવ્ય લોક મેળામાં લોકો દૂર દૂરથી પગપાળા સંઘ લઈ માતાજીના દર્શનાથે પહોંચતા હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લા માંથી પસાર થતો સ્ટેટ હાઈવે આજથી જ પદયાત્રીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે દૂર દૂરથી આવતા પદયાત્રીઓ માટે સેવાકીય સંસ્થાઓ દ્વારા જિલ્લામાં અનેક જગ્યાએ રહેવા જમવા તથા મેડિકલ સુવિધા માટેના અલગ અલગ કેમ્પનું પણ સેવાકીય સંસ્થાઓ દ્વારા આયોજન શરૂ કરી દેવામાં આવી રહ્યું છે.