રાષ્ટ્રપતિ જાે બાયડનના પ્રશાસને ગત રવિવારે આ ર્નિણય લીધો છે. માહિતી સામે આવી રહ્યા છે કે, પ્રશાસને આ ર્નિણય અમેરિકન સંસ્થાઓમાં રાખેલા કરોડો ડોલર તાલિબાન સુધી પહોંચતાં અટકાવવા માટે લીધો છે. પહેલા જ વિશ્વના ગરીબ દેશોમાં શામેલ અફઘાનિસ્તાન ઘણી હદ સુધી અમેરિકાની આર્થિક મદદ પર ર્નિભર હતું. તેવામાં આ પ્રતિબંધ બાદ દેશની સામે અનેક નવી મુશ્કેલી ઉભી થઈ રહી છે.
વોશિંગ્ટન પોસ્ટ અનુસાર બાયડન પ્રશાસને ગત રવિવારે અમેરિકન બેંકોના ખાતામાં હાજર અફઘાન સરકારના રિઝર્વને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આ ર્નિણય ટ્રેજરી સેક્રેટરી જેનેટ એલ યેલન અને ઓફિર ઓફ ફોરેન એસેટ્સ કન્ટ્રોલના ટ્રેજરી વિભાગના અધિકારીઓ તરફથી લેવામાં આવ્યો છે. રિપોર્ટમાં એક અધિકારીના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે અમેરિકામાં અફઘાન સરકારની કોઈ બેંક સંપત્તિને તાલિબાન માટે ઉપલબ્ધ નહીં કરાવવામાં આવે.
આ પણ વાંચો – તાલીબાન : મહિલાને સ્વતંત્રતા આપવાના દાવા વચ્ચે મહિલા ન્યુઝ એન્કર્સ પર પ્રતિબંધ મુકાયો
ગત સોમવારે પોતાના ભાષણ દરમિયાન રાષ્ટ્રપતિ બાયડને અફઘાનિસ્તાનને આર્થિક મદદ જારી રાખવાનો વાયદો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે અફઘાન લોકોનું સમર્થન કરવાનું જારી રાખીશું. અમે અમારી કૃટનીતિ, પોતાના આંતરરાષ્ટ્રીય પ્રભાવ અને પોતાના માનવીય સહાયતાની સાથે નેતૃત્વ કરીશું. ફંડ બ્લોક કરવાની પ્રક્રિયાને વ્હાઈટ હાઉસ અને ટ્રેજરી ડિપાર્ટમેન્ટ પ્રવક્તાએ કોઈ પ્રતિક્રિયા નથી આપી.
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના આંકડા અનુસાર એપ્રિલ સુધી અફઘાનિસ્તાન સેન્ટ્રલ બેંકમાં 9.4 બિલિયન ડોલરના રિઝર્વ એસેટ્સ છે. આ આંકડો દેશના આર્થિક ઉત્પાદનનો લગભગ એક તૃત્યાંશ છે.
રિપોર્ટ મુજબ મામલાના જાણકારોએ જણાવ્યું કે આ રિઝર્વમાંથી મોટાભાગે અફઘાનિસ્તાનમાં નથી. ત્યારે આ ફંડમાંથી કરોડો ડોલર અમેરિકામાં છે. જાે કે કન્ફોર્મ રાશી કેટલી છે એ હજું સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ અને ઓબામા પ્રશાસનમાં ઓફિસ ઓફ ફોરન એસેટ્સ કન્ટ્રોલના નિર્દેશકન સલાહકાર રહ્યા એડમ એમ સ્મિથે જણાવ્યું કે અમેરિકાના ખાતા ફ્રીજ કરવા માટે કોઈ નવા અધિકારની જરુર નથી. કેમ કે તાલિબાન પહેલા જ 11 સપ્ટેમ્બર 2001માં હુમલા બાદ મંજૂર કરવામાં આવેલા એક્ઝિક્યૂટિવ ઓર્ડર અંતર્ગત પ્રતિબંધોનો સામનો કરી રહ્યા હતા.