ગરવી તાકાત કાંકરેજ : પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે સમગ્ર ગુજરાત વડગામ તાલુકાના ધારાસભ્ય જીગ્નેશ મેવાની ની પાલનપુર સર્કિટ હાઉસ પર થી આસામ પોલીસે ટ્વીટ બાબતે ધરપકડ કરાઇ હતી જેમાં સમગ્ર ગુજરાત માં આ અંગે પડઘા પડ્યા છે ત્યારે દરેક જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કોંગ્રેસ અને દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપી ને પોતાના યુવા નેતા અને વકિલ તરિકે ખ્યાતનામ વડગામ તાલુકાના ધારાસભ્ય જીગ્નેશ મેવાની ને મુક્ત કરાવવા માટે સરકાર સામે બાંયો ચડાવી દીધી છે.
ત્યારે કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી ગોપાળસિંહ સોલંકી અને પુર્વ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપતાજી મકવાણા. એડવોકેટ મુકેશ બુકોલિયા. ઈશ્વરભાઈ દેસાઈ. વિનોદજી ઠાકોર પુર્વ પ્રમુખ થરા નગરપાલિકા. મહીપતસિંહ વાઘેલા પૂર્વ. ઉપ પ્રમુખ કાંકરેજ તાલુકા પંચાયત. વાઘાભાઈ મકવાણા દલિત આગેવાન અને ખોડા ગ્રામ પંચાયત સરપંચ. સાંકળાભાઈ ચૌહાણ પુર્વ ચેરમેન ન્યાય સમિતિ ચેરમેન. રમેશભાઈ પરમાર પુર્વ સરપંચ શ્રી જાખેલ. વી.કે.પરમાર વડા. રામભા ડાભી. ભીખુભા ડાભી તોરણ હોટલ રેસ્ટોરન્ટ. સહિત મોટી સંખ્યામાં ઓ બી સી. એસ ટી સમાજ દ્વારા આવેદનપત્ર આપી ને જીગ્નેશ મેવાની ને મુક્ત કરાવવા માટે સરકાર ને રજુઆત કરી હતી
ત્યારે હવે કદાચ મુક્ત કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જેમાં રસ્તાઓ પર બેસી ને ગાંધી ચિંધ્યા માર્ગે જઈ ને ન્યાય માટે માંગ કરશે. વધુમાં કે પુર્વ પ્રમુખ જીલ્લા પંચાયત બનાસકાંઠા ભૂપતાજી મકવાણા એ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ એ કૃષ્ણ અને સુભોદ્વા જે ભાઈ બહેન છે ત્યારે એમણે પતિ પત્ની વચ્ચે નો સબંધ વિશે જાહેરમાં બોલ્યા હતા ત્યારે હવે જીગ્નેશ મેવાની એ ટ્વીટ કરતાં જે તે અંગે ગુનો નોંધી કાયદેસરની ધરપકડ કરાઇ છે ત્યારે આવા વાણી વિલાસ કરનાર સામે પણ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે હવે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કેવાં પગલાં લેવામાં આવશે એ જોવું રહ્યું
તસ્વીર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ કાંકરેજ