એક રીપોર્ટ અનુસાર ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનુ પરિવાર વધુ અમીર થઈ ગયુ છે. અંબાણી પરિવાર એશીયાના સૌથી અમીર ફેમીલી બની ગયુ છે. અંબાણી પરીવાર પાસે હોન્ગ કોન્ગના Kwoks થી બે ગણી દ.કોરીયાના લી પરીવારથી ત્રણ ગણી દોલત થઈ ગઈ છે.
આ સમયે એશીયાના 20 સૌથી અમીર પરિવારો પાસે કુલ મળી 463 અરબ ડોલરની સંપતી છે. આ રેન્કમા ભારતના મુકેશ અંબાણી સીવાય 2 બીજા ભારતીય પરિવારનો પણ સમાવેશ થાય છે.
મુકેશ અબાણી પરિવાર
ધીરૂભાઈ અંબાણી બાદ મુકેશ અંબાણીના હીસ્સામાં આવેલ બીઝનેશને આગળ વધારી તેમને જીઓની મદદથી ટેલીકોમ સેક્ટરમા પણ પગ રાખ્યો હતો. જેથી તેમની સંપતી અત્યારે 76 અરબ ડોલરે પહોંચી ગઈ છે. જેથી તેઓ એશીયાના સૌથી ધનાટ્ય પરિવાર બની ગયુ છે. કોરોના કાળ દરમ્યાન મુકેશ અંબાણી વિશ્વની ટેકનીકલ કંપનીઓ સાથે એક બાદ એક ડીલ કરી રહ્યા હતા. જેમાં તેઓએ રીલાયન્સ ઈન્ડ.મા ભાગીદારી વેચી ઈનવેસ્ટમેન્ટ મેળવ્યુ હતુ. તેના બાદ રીટેલમાં પણ ઈનવેસ્ટમેન્ટ મેળવ્યુ હતુ.
મીસ્ત્રી પરિવાર
શાપુરજી પાલનજી ગ્રુપનો કર્તાધર્તા મિસ્ત્રી પરિવાર હાલમાં એશિયામાં 8 મો સૌથી ધનિક પરિવાર છે. તેઓ 22 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે. પાલોનજી મિસ્ત્રીના દાદાએ 1865 માં બ્રિટીશ સાથે મળીને એક બાંધકામની કંપની શરૂ કરી અને કુટુંબના વ્યવસાયનો પાયો નાખ્યો. આજે શાપુરજી પાલનજી ગ્રુપ એન્જિનિયરિંગ, બાંધકામ સહિતના વિવિધ ધંધામાં છે. ટાટા સન્સમાં પણ તેનો હિસ્સો છે. આ જૂથે મુંબઈમાં ભારતીય રિઝર્વ બેંકનું મકાન બનાવ્યું છે.
હીન્દુજા પરિવાર
આ પરિવારની પાસે હાલમાં 15.1 અબજ ડોલરની સંપત્તિ છે અને તે એશિયામાં 16 મો ધનાઢ્ય પરિવાર છે. પાકિસ્તાનના શિકારપુરના પરમાનંદ હિન્દુજા 1914 માં મુંબઇ આવ્યા જેથી તેઓ વેપાર અને બેન્કિંગમાં પોતાનો ધંધો ઉભા કરી શકે. 5 વર્ષ પછી તેણે તેહરાનમાં એક ઓફિસ ખોલી એ જુથનુ મુખ્ય મથક 1979 સુધી ત્યાં રહ્યું. પરમાનંદનું મૃત્યુ 1971 માં થયું હતું. 8 વર્ષ પછી, તેના બે પુત્રો ગોપીચંદ અને શ્રીચંદ લંડન ગયા, જ્યારે પ્રકાશ અન્ય બે પુત્રો જીનીવા ગયો, જ્યારે અશોક મુંબઇ રહ્યો. હિન્દુજા જૂથ હાલમાં એનર્જી, ઓટોમોટિવ, ફાઇનાન્સ અને આરોગ્ય જેવા વ્યવસાયમાં છે. આ પરિવાર પાસે ભારત સિવાય લંડન જેવા અન્ય વિદેશી શહેરોમાં પણ સ્થાવર મિલકત ધરાવે છે