છેલ્લા બે વર્ષથી ખંડેર બનેલી સાયકલો માં કરોડોનું કોભાંડ થયાની આશંકા કોન્ટ્રાકટર સામે તપાસની ઉઠી માંગ…
સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલા સાયકલ કોભાંડ મામલે હવે સૌથી વધુ વિવાદાસ્પદ બાબત બહાર આવી છે જેમાં રાજ્ય સરકાર દ્વારા રદ કરાયેલી સાયકલો બારોબાર કોન્ટ્રાક્ટર દ્વારા સ્કૂલોમાં પહોંચાડ્યા બાદ હવે સ્કૂલના સંચાલકો સહિત વિદ્યાર્થીઓ તેને સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે
જેના પગલે ફરી એક વખત સાબરકાંઠા જિલ્લામાં વિવાદનો વંટોળ સર્જાયો છે.

બે વર્ષ અગાઉ ગુજરાત સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળવવામાં દીકરીઓને અભ્યાસ સાથે ફાળવવામાં આવેલી સાઇકલો તદ્દન ભંગાર બની ચૂકી હતી જોકે વિતરણ વ્યવસ્થા ના અભાવે સાયકલો વિદ્યાર્થીનીઓ સુધી ન પહોંચાડતા હતા આખરે ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા તમામ સાયકલો ઉપર પોલીસ મારી બારોબાર પધરાવી દેવાનું હોવાનું ખુલ્યું છે
હાલમાં

સાબરકાંઠા જિલ્લામાં અંદાજિત 5200 થી વધારે સાયકલો બારોબાર કરાઈ હોવાનું ધ્યાને આવ્યું છે ત્યારે હવે ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા કુલ સંચાલકો સહિત વિદ્યાર્થીઓની અન્ય બારોબાર સાયકલો આપવાના મામલે ભારે વિરોધ સર્જાયો છે એક તરફ સ્કૂલના સંચાલકો સાયકલ લેવાનો ઇન્કાર કરી રહ્યા છે તો બીજી તરફ વિદ્યાર્થીઓ પણ હવે સાયકલના મામલે વિરોધની ભૂમિકામાં આવી ચૂક્યા છે. બે વર્ષ અગાઉ ગુજરાત સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત 72 કરોડના ખર્ચે 5200 થી વધારે ની સાયકલો સાબરકાંઠા જિલ્લામાં ફાળવી હતી
જેના ઉપર સતત ભારે વરસાદ સહિત ખુલ્લામાં સાયકલો પડી રહેવાથી ભંગાર બની હતી જોકે કોન્ટ્રાક્ટર દ્વારા ફરીથી સ્કૂલ સંચાલકો સહિત વિદ્યાર્થીઓની સાઇકલો બારોબાર જે તે સ્કૂલમાં મોકલાવી હોવાનું ખુલ્યું છે
ત્યારે સાયકલોની હાલત હાલમાં પણ ભંગારમય હોવાનું ધ્યાને આવ્યું છે એક તરફ સ્કૂલ દ્વારા નવીન સાયકલ મેળવવાની રજૂઆત છે

તો બીજી તરફ ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા ફાળવેલી સાયકલો ઉપર માત્ર કલર પોલિસ કરીને જે તે સ્કૂલમાં મોકલી આપ્યા ના પગલે હવે વિદ્યાર્થીઓ પણ તેને લેવાનું ઇનકાર કરી રહ્યા છે. માત્ર સાબરકાંઠા જિલ્લામાં જ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત 5,200 જેટલી સાયકલો મામલે 72 કરોડથી વધારે નું કૌભાંડ સર્જાયું છે
ત્યારે સમગ્ર ગુજરાત કક્ષાએ આ મામલે ગંભીરતાથી તેમજ જીનવટ પૂર્વક કરોડો રૂપિયાનો વધુ એક કૌભાંડ ખૂલે તેમ છે જોકે આ મામલે રાજ્ય સરકાર દ્વારા કેવા અને કેટલા પગલાં ભરાય છે તે પણ મહત્વનું બની રહેશે….