ગેરકાયદેસર ધમધમતા ઈટવાડા પર પ્રશાસનની રહેમદ્રષ્ટી? પ્રદુસણથી લોકો પરેશાન

શેર કરવા અહીં ક્લિક કરો.

દાંતા તાલુકાના ગામડાઓમાં વગર મંજુરીએ ગેરકાયદેસર ઈટવાડા ધમધમી રહ્યા છે.   આ મામલે દાંતામાં જાગૃત યુવાનો દ્વારા પર્યાવરણ બચાવો ઈટવાડા હટાવોના નારા સાથે આવેદનો આપયા હતા. તેમજ અનશન પર પણ બેઠા હતાં છતાંય તંત્ર દ્વારા આજદીન સુધી મગ નું નામ મરી પાડવામાં આવેલ નથી. 

સરકારને આ ઈટવાડા ચલાવનારા ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હોય એમ દાંતા તાલુકામાં એક પણ ઈટવાડા ના માલીકો કોઈપણ પ્રકારની મંજુરી વગર વર્ષોથી ઈટવાડા ઉત્પન્ન કરીને સરકારની તિજોરીને કરોડોની રોયલટી ચોરી કરી રહ્યા છે.  તથા જંગલમાંથી લીલા લાકડાની ચોરી તેમજ સરકારી જમીનમાંથી હજારો ઘનફુટ માટીની ચોરી કરી ખુલ્લેઆમ સરકારને ચેલેન્જ આપી રહ્યા છે. છતાંય અધીકારીઓને  આંખેથી કાળા ચશ્મા ઉતરતા નથી અને મગ નું નામ મરી પાડવા વહીવટીતંત્ર તૈયાર નથી. આ મામલે  વહીવટીતંત્રનું ભેદી મૌનનું રહસ્ય કયું છે ? તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. 

આ પંથકમાં ઈટો પકવા માટે ઈટવાડામાં ઝેરી કેમિકલ્સનો પણ ઉપયોગ કરાવામાં આવી રહ્યો છે. જેનાથી ટ્રાયબ્રલ વિસ્તારના  જગલમાં વસવાટ કરતા પ્રાણીઓ માટે ખતરાની ઘંટી રૂપ સાબિત થઈ રહ્યુ છે. આ ઝેરી કેમિકલ્સની અસર ગામમાં રહેતાં માનવ વસ્તી સુધી પહોંચે અને લોકો પણ ભયંકર બીમારી માં સપડાય એ પહેલા આ ગેરકાયદેસર ઈટવાડા બંધ કરાવાની માંગ ઉઠી છે. 

આ ઈટવાડામાં ઉપયોગ થતુ કેમિકલ્સ એટલી હદે માનવજાત માટે ખતરનાક હોય છે કે કેન્સર જેવા જીવલેણ રોગો પણ થઈ શકે છે.

આ બાબતે દાંતાનાં જાગૃત નાગરીકો  દ્વારા દાંતા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરવામાં આવી હતી. પરંતુ  તાલુકા સ્વાગત કાર્યક્રમ માત્ર કાગળ પર જ નોંધાતો હોય તેમ આજદિન સુધી કોઈ નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો નથી. જેથી યુવાનો  દ્વારા આ બાબતે તારીખ 13/06/2018 ના રોજ પ્રતિક ઉપવાસ પણ બેઠ્યા હતા. છતાંય તંત્ર  દ્વારા ઉપવાસ પર બેઠેલા યુવાનોને પોલીસનો ડર બતાવીને પોલીસને બોલાવીને આશ્વાસન આપી તાત્કાલિક ધોરણે આ ઈટવાડા બંધ કરવાનું આશ્વાસન આપી  અનશન પર બેસવાની પરમીશન પણ આપવામાં આવી નહોતી.

યુવાનો આ બાબતે કઈ કાર્યવાહી થઈ એની પુછપરછ કરતા વહીવટીતંત્રથી માત્ર ધક્કા ખાવાના વારા આવી રહ્યા છે. મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી એકબીજાની ઉપર જવાબદારી ઢોળી રહ્યા છે. બન્ને કચેરીઓના અધિકારીઓ તેમની અધિકારક્ષેત્રમાં આ કામગીરી નથી આવતી એમ કહી આ મુદ્દાને હડસેલે ચડાવી છે. જેમની વચ્ચે ઈટમાફીયાઓ સરકારી તીજોરીને ચુનો લગાવવામાં ફાવી ગયા છે.

યુવાનો દ્ધવારા વહીવટીતંત્રને સણસણતા 5  સવાલો 

  1. દાંતાતાલુકા માં એક પણ ઈટવાડા ની કોઈ તંત્ર પાસે મજુરી લેતા નથી તો કોની રહેમ નજરે આ ઈટવાડા ધમધમી રહ્યા છે.
  2. પ્રદુષણ ફેલાવતા ઈટવાડા પર વહીવટીતંત્ર નું ભેદી મૌન નું કારણ કયું ? 
  3. શુ તાલુકા સ્વાગત કાર્યક્રમ માત્ર કાગળ પર જ છે. નહી તો પછી કેમ કોઈ આજ દીન સુધી કાર્યવાહી કરાવામાં નથી આવી ?
  4. આજદિન સુધી આ ગેરકાયદેસર ઈટવાડા પર કેટલો દંડ વસુલ કરાવવામાં આવેલ છે. જો નથી  કરાવવામાં આવેલ તો સરકારની તિજોરીનું નુકશાનની ભરપાઈ કોણ કરશે ?
  5. કયાર સુધી દાંતા મામલતદાર  અને તાલુકા વિકાસ અધિકારી  આ બાબતે હાથ અધ્ધર કરી ને યુવાનો ને ધક્કા ખવડાવતા રહેશે?
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.