મહેસાણા પોલીસે ગણતરીના કલાકોમાં એક બાઈક ચોરને શહેરમાંથી ઝડપી પાડ્યો છે. મહેસાણા બી ડીવિઝન પોલીસ મથકે બે દિવસ પહેલા એક બાઈક ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસની તપાસ દરમ્યાન મહેસાણા પોલીસે શહેરના જેલ રોડ પરથી આરોપીને બાઈક સાથે ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે.
શહેરના કલાપી નગરમાથી તારીખ 25/05/2021 ના રોજ એક બાઈક ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આથી તપાસ દરમ્યાન મહેસાણાના જેલ રોડ ઉપર સદર બાઈક પસાર થતાં પોલીસે તેની અટકાયત કરી કાગળો માગ્યા હતા. પરંતુ ઈસમ પાસે કોઈ ડોક્યુમેન્ટ ના હોવાથી તેની તપાસમાં બાઈક ચોરી કરેલ હોવાનુ સામે આવ્યુ હતુ. જેથી પોલીસે આરોપીની અટકાયત કરી મહેસાણા બી ડીવિઝનને સોંપવામાં આવ્યો હતો.
ઝડપાયેલ રાવળ શૈલેષ કનુભાઈ રહે – આરૂસ કોન ફ્લેટની નજીક, ગોગા મંદીરની નજીક,મહેસાણાવાળો આરોપી ઉંઝા પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીના કેસમાં સંડોવાયેલ હતો. જે હાલ પેરોલ ઉપર બહાર હતો. જે દરમ્યાન તેને ચોરી કરી હોવાનુ સામે આવ્યુ છે.