પ્રોહીબીશન ગુનામાં નાસતો ફરતો આરોપી મહેસાણા બસ સ્ટેશન પાસેથી ઝડપાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

પ્રોહીબીશન કેસમાં નાસતો ફરતો આરોપી મહેસાણા પોલીસના હાથે ઝડપાયો છે. મુળ કલોલના બોરીસણાનો વતની આરોપી મહેસાણાથી ઝડપાયો છે. મહેસાણા પોલીસને બાતમી મળી હતી કે, સાંથળ પોલીસ મથકે પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી હાલ મહેસાણાના જુના બસ સ્ટેશન પાસે ઉભો છે. જેથી બાતમી આધારે પોલીસ બસ સ્ટેશને પહોંચી આરોપીને દબોચી લીધો હતો.

ઝડપાયેલ આરોપીનુ નામ કનુ મોહનભાઈ પ્રજાપતી, રહે – બોરીસણા, વૈજનાથ સોસાયટી, તા – કલોલ, જી – ગાંધીનગરવાળો હોવાનુ સામે આવ્યુ છે. જેની સામે સાંથલ પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો પરંતુ તે ઘણા સમયથી પોલીસના સંકજા બહાર હતો જે અત્યારે ઝડપાઈ જતા. તેની અટકાયત કરી સાંથલ પોલીસ મથકને હવાલે કર્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.