વડનગરના વર્કશોપમાંથી 803 લીટરની ચોરી કરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયા

શેર કરવા અહીં ક્લિક કરો.

વડનગર ના વર્કશોપ.માં પાર્કીંગ કરેલ ચાર બસો માંથી ચોરાયેલ 803 લીટર ડીઝલની ચોરી કરનાર ઈસમોને ગણતરી ના કલાકોમાં ઝડપી પાડીને અટકાયત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  આ અંગે મળતી માહિતી મુજબ પીએસઆઇ જે.ડી.પંડ્યા. ગુન્હાના કામે ચોર મુદામાલ ની શોધમાં હતા તે દરમ્યાન મળેલ ખાનગી બાતમીના આધારે તેમજ સીસીટીવી ફુટેઝ મેળવી શકદાર ઈસમ ઠાકોર અશોકજી તેજાજીની અટકાયત કરી વડનગર પો.સ્ટે લાવી પુછપરછ કરતા પોપટ ની જેમ બોલી જતા ચોરીના ટૂંકા ગાળામાં  ભેદ ઉકેલાઇ જવા પામ્યો હતો. 

પોલીસે વડનગર એસ.ટી.ડેપોમાંથી ચોરાયેલ ડિઝલ 803 લીટર જેમાંથી 750 લીટર રીકવર કરેલ છે. તથા ગુન્હા માં ઉપયોગમાં લેવાયેલ વાહન માં ઈકો ગાડી તથા રીક્ષા તથા બાઈક કબ્જે કરી તથા પાંચ આરોપી  (૧) અશોકજી તેજાજી રાણાજી જાતે.ઠાકોર ઉ.વ. ૨૫ રહે.આંબાપુરા (કરશનપુરા) તા- વડનગર જી મહેસાણા (૨) ઠાકોર ગોવિદજી પથુજી ઉ.વ. ૧૮ રહે. રહેમાનપુરા તા.ખેરાલુ (૩)  ઠાકોર દલપતજી બાબુજી ઉવ. ૨૧ રહે. રહેમાનપુરા તા.ખેરાલું જિ.મહેસાણા (૪) ઠાકોર માનસંગજી મંગાજી ઉ.વ-૨૪ રહે-ગોરીસણા તા-ખેરાલુ (૫) વિક્રમજી કરશનજી જાતે-ઠાકોર ઉ.વ ૨૨ રહે-ગોરીસણા સાગથળા રોડ તા-ખેરાલુ જી મહેસાણા જી.મહેસાણા વાળા ને ઝડપી પાંચ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.