મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોડે છેલ્લા 16 વર્ષથી નાશતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. જેમાં ફરાર થયેલ આરોપી મારપીટના ગુનામાં છેલ્લા 16 વર્ષથી પોલીસના સીંકંજામાંથી ફરાર હતો. આરોપી વિરૂધ્ધ આજથી 16 વર્ષ પહેલા કડી પોલીસ મથકે મારપીટના ગુનામાં કેસ દાખલ થયો હતો. પરંતુ પોલીસ તેના સુધી પહોંચે તે પહેલા તે ફરાર થઈ ગયો હતો.
કડી તાલુકાના મલ્હારપુર ગામનો વતની રબારી રાજુભાઈ નાગજીભાઈ 16 વર્ષથી એક મારપીટના ગુનામાં નાશતો ફરતો હતો. દરમ્યાન આજે મહેસાણા પેરોલ સ્ક્વોડને બાતમી મળી હતી કે, સદર આરોપી અમદાવાદથી મલ્હારપુર આવવાનો છે. જેથી ટીમે સ્થળે પહોંચી આરોપીને દબોચી લીધો હતો. ઝડપાયેલ આરોપીને પેરોલ સ્ક્વોડે કડી પોલીસ મથકને હવાલે કર્યો છે.