મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલીંગ દરમિયાન ફરાર આરોપીને ઝડપી પાડ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 13- મહેસાણા જિલ્લા પોલીસ સ્ટેશનના અનેક ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મહેસાણા એલસીબીની ટીમ સતત વોંચ રાખી રોજબરોજ આવા અનેક ફરાર આરોપીઓને ઝડપી જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે ત્યારે કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મહેસાણા એલસીબીએ કડી છત્રાલ હાઇવે પર ઉભેલા એક પ્રોહિબીશનના ગુનામાં ફરાર આરોપીને ઝડપી લીધો હતો.
મહેસાણામાં નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડી જેલમાં ધકેલી દેવાના મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પી.આઇ એસ.એસ.નીનામાના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબી પીએસઆઇ એમ.ડી.ડાભી, હેકો, વિજયસિંહ, કિરણજી, લાલાજી, પીસી રાજેન્દ્રસિંહ, જયસિંહ, અક્ષયસિંહ, પોકો. આકાશકુમાર સહિતનો સ્ટાફ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન વિજયસિંહ તથા કિરણજીને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે,
કડી પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા નવ માસથી ફરાર પટેલ ભાવેશ બાબુભાઇ રહે. કુંડાળ અમરધામ સોસાયટીવાળો હાલ કડી છત્રાલ હાઇવે રોડ પાસે ઉભો હોવાની બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમ બતાવેલ જગ્યા પર પહોંચી આરોપીને દબોચી લેવામાં સફળતાં મેળવી હતી.