રેઈડ દરમ્યાન પોલીસ પર હુમલો કરી નાસી છુટનાર આરોપી કડીમાંથી ઝડપાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા એસઓજીની ટીમે રેઈડ દરમ્યાન પોલીસ પર હુમલો કરનાર નાશતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. સદર આરોપી ગેરકાયદેસર રીતે કડી પંથકમાં માઈનીંગ કરી ખનીજ ચોરી કરતો હતો. જેથી પોલીસ સ્થળ ઉપર કાર્યવાહી કરવા પહોંચી ત્યારે પોલીસ ઉપર હુમલો કરી ભાગી ગયો હતો. પરંતુ હાલ તે મહેસાણાથી ઝડપાતા તેને જેલના હવાલે કરવામાં આવ્યો છે.

મહેસાણા એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, કડી તાલુકાના કુંડાળ ગામનો વણઝારા ઈશ્વરજી બાલુજી જે વર્ષ 2019માં પોલીસની રેઈડ દરમ્યાન કાફલા પર હુમલો કરી નાશી ગયો હતો. તે હાલ કડીની દુધસાગર ડેરી પાછળ આવેલ વિક્રમ હોટલની પાછળ ઉભો છે. જેથી બાતમી આધારે એસઓજીની ટીમ સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.