બેચરાજી તાલુકાના જુના ધારપુરા ગામમાંથી મહેસાણા એસ.ઓ.જી.એ દેશી બનાવટની પીસ્ટોલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપીએ આ પીસ્ટોલ જેના પાસેથી ખરીદી હતી તેનુ નામ જણાવતા પોલીસની ટીમ વેચનાર આરોપીના ઠેકાણે પહોંચતા હાજર નહોતો મળ્યો.
આ પણ વાંચો – ખેડુત આંદોલનકારી ટુકડે ટુકડે,દેશવિરોધી ગેંગ-નીતીન પટેલનો બફાટ કે ડેલીબેરેટેડ એક્ટ ?
પોલીસ સુત્ર દ્વારા મળ્યુ છે કે મહેસાણા એસ.ઓ.જી. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે બેચરાજી તાલુકામાં આવેલ જુના ધારપુરા(ખાંટ)માં સોલંકી બાવનસીંગ નામનો શખ્સ ગેરકાયદેસર રીતે પોતાની પાસે પીસ્ટોલ લઈ ફરી રહ્યો છે. જે આધારે એસ.ઓ.જી.એ રેઈડ કરી ઘટનાસ્થળેથી આરોપીને દબોચ્યો હતો. આરોપીને ઝડપી આ હથીયાર વિષે પુછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે પીસ્તોલ તેને સોંલકી સહદેવસીંહ અજીતસીંહ, રહે – કાલરી,તા.બેચરાજી પાસેથી ખરીદી હતી. જેના આધારે ટીમ તેના ઘરે પહોંચતા સોલંકી સહદેવસીંહ નામનો શખ્સ મોજુદ નહોતો મળ્યો. જેથી સોંલકી બાવનસીંહ નામના આરોપીને ઝડપી ગેરકાયદેસર પીસ્તોલ રાખનાર તથા વહેચનાર બન્ને આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.